દારુપીને પતિ વોટ્સએપ વિડિયો કોલ કરીને ચહેરો મિત્રોને બતાવતો - At This Time

દારુપીને પતિ વોટ્સએપ વિડિયો કોલ કરીને ચહેરો મિત્રોને બતાવતો


અમદાવાદ,શુક્રવારઅમદાવાદમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, ખાડિયા રાયપુર વિસ્તારમાં રહેતી મહિલાનો પતિ દારુ પીને તેણીની સાથે બિભત્સ માંગણીઓ કરતો હતો અને મહિલા ઇન્કાર કરતો તો મારઝૂડ કરતો હતો. એટલું જ નહી તું વહેમીલીછે જેથી મારા મિત્રો સાથે તારા કારણે મિત્રો સાથે મિત્રતા તૂટી ગઇ હોેવાની વાત કરીને દારુ પીને વિડિયો કોલ કરીને પત્તીનો ચહેરો મિત્રને બતાવતો હતો. ખાડિયા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ધંધો કરવા સસરાએ દોઢ લાખ આપ્યા પછી પણ દારુ ઢીચીને પત્નીને પુત્રની સામે મારઝૂડ કરીને બિભત્સ માગણીઓ કરતોઆ કેસની વિગત એવી છે કે રાયપુર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ  મણિનગર અને સુરતમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ છ મહિના સુધી રીતે રાખવામાં આવી હતી બાદમાં સાસુ તથા ઘરના સભ્યો નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.પતિ દારુ પીવાના ટેવ વાળા હોવાથી અમાનનીય માંગણી કરતા હતા અને પત્ની ઇન્કાર કરે તો મારઝૂડ કરતા હતા. પિતિને ધંધો કરવા માટે મહિલાના પિતાએ દોઢ લાખ આપ્યા હતા છતાં પતિ ત્રાસ ગુજારતા હતા અને તું વહેમીલી હોવાથી મારા મિત્રો સાથે ફ્રેન્ડશીપ તૂટી ગઇ છે જે તારે પરત કરી આપવી પડશે, તેમ કહી નોકરીને સ્થળેથી દારુ પીને વોટ્સએપર વિડિયો કોલ કરીને મિત્રોને પોતાનો ચહેરો દેખાડતા હોવાના આક્ષેપ ફરયિાદમાં કરવામાં આવ્યા છે. પતિના ત્રાસના કારણે મહિલા ચાર મહિનાથી પિયરમાં રહેવા ગઇ હતી.ખાડિયા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.