ઉપરવાસમાં વરસાદી વિરામ વચ્ચે ઉકાઇ ડેમ 80 ટકા ભરાઇને એલર્ટ લેવલ પર
સુરતસિંચાઇ વિભાગે કલેકટરાલયને જાણ કરી ઃ બે મહિનામાં સપાટી 21 ફુટ વધીને 336.34 ફુટે પહોંચી, 6000 MCM જથ્થો ડિસ્ચાર્જ કરાયો હતોચાલુ
વરસાદી સિઝનના પ્રથમ તબક્કામાં જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના પગલે
પાણીનો ઈનફ્લો સતત ચાલુ રહેવાના પગલે વીતેલા બે માસમાં ઉકાઈ ડેમની પાટીમાં 21 ફુટના વધારો નોંધાયો
છે.હાલમાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવા સાથે
ઉકાઈ ડેમની ક્ષમતા કરતા 80 ટકા ભરાતા સપાટી રૃલ લેવલથી ઉપર 336.34 ફુટે એલર્ટ લેવલ પર પહોંચી છે.ચાલુ
વર્ષે વરસાદી મોસમના પ્રારંભિક બે મહીનામાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના
કારણે ડેમમાં પાણીનો હેવી ઈનફ્લો ઠલવાતા શ્રાવણ મહીનાના અંતિમ દિવસોમાં જ ડેમમાં 5921.71 એમસીએમ પાણીના
સ્ટોરેજ સાથે 80 ટકા
ભરાઈ જવા પામ્યો છે.વીતેલા બે મહીનામાં નોંધપાત્ર પાણીની આવકના પગલે આજના રૃલ લેવલ
335 ફુટના આંકને કુદાવીને ડેમની આજે ડેમની સપાટી 336.34 ફુટ પર પહોંચી છે.આગામી 15મી સપ્ટેમ્બર સુધી ડેમનું
રૃલ લેવલ 335ફુટ રહ્યા બાદ 16 સપ્ટેમ્બરથી
340 ફુટ રહેશે.જો કે હાલમાં ડેમની સપાટી 337 ફુટની નજીક હોઈ ઉકાઈ ડેમ રૃલ લેવલથી વધુ હોઈ એલર્ટ લેવલ પર પહોંચ્યો
છે.જે અંગે સિંચાઈ વિભાગે કલેકટરેટ તંત્રને જાણ કરી છે.અત્રે
નોંધનીય છે કે ગઈ તા.1લી જુલાઈના રોજ ડેમની સપાટી 315 ફુટ નોંધાઈ
હતી.પરંતુ બે મહીનામાં ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની ઉત્તરોત્તર
આવકમાં વધારો થવા સાથે સપાટીમાં 21 ફુટનો વધારો થયો હતો.અલબત્ત
હજુ સપ્ટેમ્બર માસમાં ડેમના ઉપરવાસના વરસાદની સંભાવનાને લક્ષમાં લઈને ઉકાઈ ડેમની
એલર્ટ લેવલ પર હોઈ વહીવટી તંત્રને ડેમની સપાટી જાળવી રાખવા સતત કવાયત હાથ ધરવા
એલર્ટ રહેવું પડશે.આ વર્ષે ઉકાઈ ડેમમાં ઉપરવાસના વરસાદના પગલે ડેમમાં પાણીનો સતત
હેવી ઈનફ્લો આવતો રહ્યો હોઈ ૬ હજાર એમસીએમ જેટલો પાણીનો જથ્થો ડીસ્ચાર્જ
કરવાની પડયો છે. જેના કારણે તાપી નદી આ
વર્ષે સતત બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓએ લીધો છે.15
સપ્ટેમ્બરે રૃલ લેવલ 40 ફુટ થશે, તે
પહેલા ભારે ઇન્ફ્લો આવે તો સપાટી જાળવવા મથામણ કરવી પડશે ઓગષ્ટ માસના આખરી દિવસોમાં ઉકાઈ ડેમને તેના રૃલ લેવલ 335 ફુટ કરતા વધુ એટલે કે
336.34 ફુટ પર એલર્ટ લેવલ પર પહોંચી છે.જે અંતે સિંચાઈ વિભાગ
દ્વારા તાપી અને સુરત જિલ્લા કલેકટરને આ અંગે જાણ કરીને ડેમની સપાટીને એલર્ટ સ્ટેજ
પર મુકી છે.અલબત્ત 80 ટકા ડેમ ભરવાના પગલે આગામી સપ્ટેમ્બર માસમાં
ઉપરવાસમાં વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા ડેમની સપાટી જાળવી રાખવા વહીવટી તંત્રે
ભારે કવાયત હાથ ધરવી પડે તેવી સંભાવના નકારી શકાય નહીં.આગામી 15 સપ્ટેમ્બરે ડેમનું રૃલ લેવલ 340 ફુટ થશ.ે જેથી જો 15 સપ્ટેમ્બર પહેલાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીનો મોટો જથ્થો
આવે તો ડેમની સપાટી જાળવવા તંત્રને સતર્કતા દાખવી ભારે મથામણ કરવી પડશે.ઉકાઈઉકાઈ ડેમની
સપાટી મુજબ સ્ટેજ અને પાણીનો જથ્થોસ્ટેજ લેવલ સ્ટોરેજ (એમસીએમ)વોર્નિંગ સ્ટેજ (331.43 ફુટ) 5190 એમસીએમહાઈએલર્ટ (340.84 ફુટ) 6773 એમસીએમડેન્જર લેવલ (345 ફુટ) 7414 એમસીએમ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.