હજીરા રોડના ઇચ્છાપોર ગામની ઘટના: પરપ્રાંતિય ત્રણ સંતાનની માતા સાથે દુષ્કર્મ કરનાર કથિત પ્રેમીએ ચિઠ્ઠી ફેંકી કોલ કરવા કહ્યું
- પરપ્રાંતિય પરિણીતાની દુષ્કર્મની ફરીયાદનો કેસ કોર્ટમાં શરૂ થયોઃ વતનથી પરત આવેલી પરિણીતાને જોઇ હસીને બિભત્સ ઇશારા પણ કર્યા સુરતઈચ્છાપોર ગામ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ત્રણ સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર કથિત પ્રેમીએ જેલવાસ ભોગવ્યા બાદ પણ પુનઃ મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી ફેંકી કોલ કરવા અને પીછો કરી કનડગત કરતા મામલો ઇચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે. ઈચ્છાપોર ગામ ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા જીગર ગણપત પટેલે વર્ષ 2020 માં ગામ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ત્રણ સંતાનની માતા મીનલ (ઉ.વ. 34 નામ બદલ્યું છે) ને પ્રેમજાળમાં ફસાવી બનેવી મનિષ પટેલની મદદથી પીંજરત ગામ લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. આ પ્રકરણમાં મીનલે ઇચ્છાપોર પોલીસમાં ફરીયાદ નોંધાવતા જીગરની ધરપકડ કરી હતી. મીનલના લગ્નેત્તર સંબંધની જાણ થતા પતિ સાથે ઝધડા શરૂ થતા મીનલ તેના પિતાને ત્યાં પ. બંગાળ રહેવા ચાલી ગઇ હતી. પરંતુ તાજેતરમાં કોર્ટમાં કેશ શરૂ થતા મીનલ પરત ઇચ્છાપોર ખાતે પતિ સાથે રહેવા આવી હતી. જે દરમિયાન જીગરે પુનઃ મીનલનો પીછો કરવાનું અને તેના તરફ ચિઠ્ઠી ફેંકી હતી. જેમાં મોબાઇલ નંબર અને કોલ કરવાનું લખ્યું હતું અને બિભત્સ ઇશારો પણ કરતો હતો. જેથી અકળાયેલી મીનલે આ અંગે તેના પતિને જાણ કર્યા બાદ ઇચ્છાપોર પોલીસમાં ગત રોજ છેડતીની ફરીયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.