લીંબડીના કટારિયા ગામે નજીવી બાબતે મારા મારી - At This Time

લીંબડીના કટારિયા ગામે નજીવી બાબતે મારા મારી


- એક વ્યક્તિને ઈજા, ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇલીંબડી : લીંબડી તાલુકાના કટારિયા ગામે નજીવી બાબતે મારા મારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. કટારિયા ગામે રહેતાં ભાનુબેન મનજીભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ બનાવની વિગત એવી છે કે તેઓ તેમનાં ઘરનું ફરીયુ વાળતાં હતાં તે સમયે તેમની બાજુમાં રહેતા લક્ષ્મણભાઈ તથા તેમનાં પત્ની હંસાબેન બન્ને આવીને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગતાં ભાનુબેને ગાળો બોલવાની ના પાડી હતી. જથી લક્ષ્મણભાઈએ ભાનુબેન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરતાં તેમનાં જેઠાણી પુરીબેન છોડાવવા વચ્ચે પડતાં લક્ષ્મણભાઈનો દિકરો દિપક તથા તેમનાં પત્ની હંસાબેન અને તેમની દિકરી હિનાબેન એમ ચારેયે ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારેે લીંબડી પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.