રાજયમાં ૧૮૨૬ એકિટવ કેસ ,ગુજરાતમાં કોરોનાના નવા ૨૯૦ કેસ,અમદાવાદમાં બે દર્દીનાં મોત
અમદાવાદ,શુક્રવાર, 26 ઓગસ્ટ,2022ગુજરાતમાં શુક્રવારે કોરોનાના દૈનિક કેસમાં આઠ કેસનો વધારો
થતા નવા ૨૯૦ કેસ નોંધાયા હતા.અમદાવાદમાં કુબેરનગરના એક મહિલા ઉપરાંત વટવાના એક
કોમોર્બિડ પુરુષ દર્દીના કોરોના સંક્રમિત થવાથી મોત થયા હતા.૩૫૬ દર્દી સાજા થયા
હતા.રાજયમાં ૧૮૨૬ એકિટવ કેસ છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના ૯૫ કેસ, વડોદરા શહેરમાં
૩૩ અને સુરત શહેરમાં ૨૧ કેસ નોંધાયા હતા.રાજકોટ શહેરમાં ૧૭ અને ગ્રામ્યમાં ૧૯ કેસ
નોંધાયા હતા.સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૧૭,વલસાડમાં
કોરોનાના દસ કેસ નોંધાયા હતા.બનાસકાંઠામાં નવ કેસ, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૮ કેસ ઉપરાંત અમરેલી અને
મોરબીમાં અનુક્રમે છ-છ કેસ નોંધાયા હતા.ભરુચ,
ગાંધીનગર શહેર અને સુરેન્દ્રનગરમાં અનુક્રમે પાંચ-પાંચ કેસ નોંધાયા
હતા.મહેસાણામા ચાર કેસ જયારે આણંદ,ગાંધીનગર
ગ્રામ્ય, જામનગર
શહેર, કચ્છ,નવસારી ઉપરાંત
પંચમહાલ, પોરબંદરમાં
અનુક્રમે ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.અરવલ્લી અને જામનગરમાં અનુક્રમે બે-બે તેમજ
ભાવનગર શહેર,ગીર
સોમનાથ,ખેડા,સાબરકાંઠા,તાપીમાં અનુક્રમે
એક-એક કેસ નોંધાયો હતો.અમદાવાદમાં ૯૫૦૪ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.