જૂનાગઢ જિલ્લા પોલીસદ્વારા ગુમથયેલ બાળક ને ગણતરી ના કલાકો મા શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું
હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ નિર્ણયના કારણે માતાપિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા દીકરીના અપરિપક્વ નિર્ણય આધારે ઘર છોડીને જતા રહે છે અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે અને ઘરેથી નીકળી ગયેલ બાળકને શોધી, પરિવાર સાથે મિલન કરાવતા, કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ જિલ્લાના વિસાવદર ટાઉનમાં સામે આવ્યો છે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર ટાઉન વિસ્તારમાં રહેતા અને પિતા વગર જીવન ગુજારતા લોહાણા સદગ્રહસ્થનો દીકરો, પોતાને ભણવું ના હોઈ, એક્ટિંગ કરી, હીરો બનવું હોય, પોતાના ઘરેથી 'મારી ચિંતા ના કરતા, હું પિકચરના હીરો બનીને આવીશએવી ચીઠ્ઠી લખીને નીકળી ગયેલ હતો. આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.ગઢવી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી
જૂનાગઢ રેન્જના ઇન્ચાર્જ ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાસામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે
સગીર વયના બાળક ગુમ થવાની બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.ગઢવી, પીએસઆઈ એસ.આઇ સુમરા, હે.કો. દિનેશભાઈ, ખીમાનંદભાઈ, અવિનાશભાઈ, વિપુલભાઈ, રવિભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરી, ટેકનિકલ સોર્સ દ્વારા મળેલ માહિતી આધારે ગુમ થયેલ બાળક રાજકોટ ખાતે પહોંચવાની તૈયારી હોઈ, રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસનો સંપર્ક કરી, રાજકોટ ખાતેથી શોધી કાઢી, કુટુંબીજનોને તાત્કાલિક રાજકોટ મોકલી, બાળકનો કબજો સંભાળેલ હતો. ગુમ થયેલ બાળકના કુટુંબીજનો દ્વારા તાત્કાલિક તપાસ આદરી, ગણતરીના કલાકોમાં બાળકની ભાળ મેળવી, બાળકનું પરિવારજનો સાથે મિલન કરાવતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, હવેથી તકેદારી રાખી, દીકરાની પસંદ નાપસંદનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા સગીર વયના બાળકને શોધવા, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ આનંદિત થઈ, પરિવારજનો દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના સંતાનની માહિતી મેળવવી અઘરી બનત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં રાજકોટથી શોધી કાઢી, પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વનિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છેએ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.