સુરતમાં સરોલી કેનાલની બાજુમાંથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ
- વૈકલ્પિક વ્યવસ્થા માટે નો આ રસ્તો જલ્દી શરૂ થાય તો અનેક વાહન ચાલકોને ફાયદો થશે સુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારસુરત અને ઓલપાડને જોડતા વર્ષો જુના રેલ્વે ઓવરબ્રિજની રીપેરીંગની કામગીરી મુશ્કેલ બની રહી છે ત્યારે સુડાએ સરોલી કેનાલની સાઈડમાં વાહનોની અવરજવર થાય તે માટે વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી જલ્દી પૂરી થાય તો લોકોને લાંબો ચકરાવો કરવો નહીં પડે.ભારે વરસાદને કારણે સુરત ઓલપાડ ની જોડતો સરોલી રેલ્વે ઓવર બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો હતો. આ બ્રિજ વાહન વ્યવહાર માટે જોખમી બનતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. પાલિકા છેલ્લા દસ દિવસથી બ્રિજ રીપેર કરવાની કામગીરી કરી રહી છે. પરંતુ બ્રિજ નીચેની માટી સરકી રહી હોવાથી બ્રિજ રિપેર કરવાની કામગીરી મુશ્કેલ બની રહી છે. જેના કારણે સોડા દ્વારા વૈકલ્પિક માર્ગ માટે સરોલી કેનાલની સાઈડમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂરી થાય અને વાહન વ્યવહાર શરૂ થાય તો લોકોને લાંબો ચકરાવો કરવો નહીં પડે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.