ફ્રી આપવાની જાહેરાત કરનારની વાતોમાં નહીં ફસાવવાની ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની હિમાયત
સુરત,તા.26 ઓગસ્ટ 2022,શુક્રવારએક ભાઈ પાણી અને વિજળી ફ્રી આપવાની જાહેરાત કરી રહ્યાં છે. 10 લાખ લોકોને રોજગારીની વાતો પણ કરી રહ્યાં છે. આ બધી વાતો હવામાં છે. આવી વાતોમાં નહીં ફસાવાની લોકોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હિમાયત કરી હતી.સ્મીમેર હોસ્પિટલ નજીક ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં યોજાયેલાં ફેબ્રિક એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશની સાથે તેઓ ઉપસ્થિત હતાં. ચાઇનાની પ્રોડક્ટ કેવી હોય છે એ તમે જાણો છો. ધોયા સો રોયા એટલે આવી જાહેરાતથી સાચવજો. કોઈનું પણ નામ દીધા વગર તેમણે ફ્રી જાહેરાત બાબતે રાજકીય ચાબખા માર્યા હતાં.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છેલ્લાં 2 દશકા દરમિયાન ગુજરાતમાં કેવી પ્રગતિ થઈ અને તેનો લાભ કંઈ સુધી લોકો સુધી પહોંચ્યો, તે વિશે જણાવ્યું હતું. વિવર્સ સંગઠનના માધ્યમથી ત્રણ દિવસના ફેબ્રિક એક્સપોનું આયોજન કરાયું હતું. જેનું ઉદ્ઘાટન આજે સવારે થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.