‘અગ્નિપથ’ પર અસમંજસમાં નેપાળ સરકાર, ભારતીય સેના માટે ગોરખા યુવાનોની ભરતી ટળી
નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ 2022 શુક્રવારનેપાળના બુટવલમાં 25 ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર સુધી ભારતીય સેના માટે નેપાળી ગોરખા સૈનિકોની ભરતી થવાની હતી. આ ભરતી સેના ભરતીની નવી યોજના અગ્નિપથ હેઠળ થવાની હતી પરંતુ નેપાળ સરકારની અગ્નિપથ યોજનાને લઈને અસમંજસના કારણે આ ભરતી ટાળવી પડી. નેપાળમાં ગોરખા યુવાઓની ભારતીય સેના માટે ભરતીનુ કાર્ય ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત ગોરખા રિક્રૂટમેન્ટ ડિપો કરે છે. આ ભરતી માટે નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળના વિદેશ મંત્રાલયને પત્ર મોકલીને પરવાનગી માગી હતી. ભરતી શરૂ કરવાની તારીખ 25 ઓગસ્ટ હતી પરંતુ નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે પત્રનો કોઈ જવાબ આપ્યો નહીં જેના કારણે સેના ભરતી રોકવી પડી. આ પણ વાંચો: સૈન્યમાં અગ્નિપથ સ્કીમ ચાર વર્ષ માટે 'અગ્નિવીર'ની ભરતી થશેભારતીય સેનામાં નેપાળી ગોરખાઓની ભરતી 1947માં ભારત, નેપાળ અને બ્રિટનની વચ્ચે થયેલી ત્રિપક્ષીય સંધિ હેઠળ થાય છે. અત્યાર સુધી આ ભરતીમાં ક્યારેય કોઈ અવરોધ આવ્યો નહોતો અને નેપાળી ગોરખા ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યા હતા. 14 જૂન 2022એ ભારત સરકારે આ મહત્વની જાહેરાત કરતા અગ્નિપથ યોજના વિશે જણાવ્યુ હતુ. જે અનુસાર 17થી 21 વર્ષના યુવાનોને અગ્નિવીર તરીકે માત્ર 4 વર્ષ માટે પસંદ કરાશે. બાદમાં આ યુવાનોમાંથી 25 ટકાને પ્રદર્શનના આધારે નિયમિત કરવામાં આવશે.આ યોજનાને લઈને નેપાળની પોતાની ચિંતાઓ છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના વિદેશી બાબતોના સલાહકાર અરૂણ કુમાર સુબેદીએ આ બાબતો પર કહ્યુ, ભારતીય સેનામાં નેપાળી ગોરખા 1947માં બ્રિટન, ભારત અને નેપાળની વચ્ચે થયેલી ત્રિપક્ષીય સંધિ હેઠળ ભરતી થાય છે. અત્યારે ભારત સરકારે પોતાની સેનામાં ભરતી નીતિમાં જે પરિવર્તન કર્યુ છે, તેનાથી સંધિનુ કોઈ ઉલ્લંઘન થતુ નથી પરંતુ અમારી અમુક ચિંતાઓ છે. એ વાત યોગ્ય છે કે સંધિમાં સેવાકાળનો ઉલ્લેખ નથી. પરંતુ અમારી છે કે ચાર વર્ષ ભારતીય સેનામાં રહ્યા બાદ જે નવયુવાન પાછા આવશે, તેઓ કરશે શુ? તેમની પાસે સેનાની આધુનિક ટ્રેનિંગ હશે અને એવામાં એ વાતની આશંકા છે કે તેમની ટ્રેનિંગનો કોઈ દુરપયોગ ના કરી લે. ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજનાનો ભારતમાં પણ ખૂબ વિરોધ થયો હતો અને અમુક સ્થળે હિંસક પ્રદર્શન પણ થયા હતા. જોકે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તે આ યોજનાને પાછી નહીં ખેંચે અને ત્રણેય સેનાઓ માટે થનારી ભરતીઓ આ યોજના હેઠળ જ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.