3 દિવસમાં ખાદ્યતેલમાં રૂ.60નો વધારો, શાકભાજી-દૂધ, રાંધણગેસ અને લાઇટ બિલે લોકોની જિંદગી દુષ્કર બનાવી
જન્માષ્ટમીના તહેવારો પૂરા થતાં જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતાં લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે, આથી લોકો 'જાએ તો જાહે કહા' જેવો ઘાટ સર્જાયો છે. હાલમાં મગફળીની આવક અડધી છે, સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતાં કૃત્રિમ તેજી ઊભી થઈ છે. પરિણામે, લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ એની ઐતિહાસિક સપાટીએ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.