અમદાવાદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ત્રણ પૂર્વ પોલીસકર્મી સહિત ચારને ડિટેઈન કર્યા - At This Time

અમદાવાદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ત્રણ પૂર્વ પોલીસકર્મી સહિત ચારને ડિટેઈન કર્યા


અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર શાહીબાગ વિસ્તારમાંથી ક્રાઈમબ્રાંચે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સાબરકાંઠાના ત્રણ પૂર્વ પોલીસ કર્મચારીઓને ડિટેઈન કરી બેસાડી દીધા હતા. ત્રણે પોલીસ કર્મચારીઓ ગાંધીનગરમાં રહેમરાહે નોકરીના મુદ્દે નીકળનારી રેલીમાં જોડાવાના હોવાની આશંકાથી આ કાર્યવાહી થઈ હતી. જો કે, ત્રણે પોલીસ જવાનો પાર્ટી ઓફિસે ચર્ચા કરવા માટે અમદાવાદમાં આવ્યા હતા. ડિટેઈન થયેલા ત્રણમાંથી એક નરેન્દ્રસિંહ પરમાર પોલીસ ગ્રેડ પે આંદોલનના પ્રણેતા ગણાય છે. પોલીસ આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે  આપના વડા કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી સાબરકાંઠાના ત્રણ પૂર્વ પોલીસ કર્મચારી એવા નરેન્દ્રસિંહ પરમાર, માનાભાઈ , જયંતિભાઈ અને રાહુલ રાવલને ક્રાઈમબ્રાંચે બુધવારે ડિટેઈન કરીને બેસાડી દીધા હતા. આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા ચારે જણા અમદાવાદમાં પાર્ટી ઓફિસે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા હતા. સરકારી કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તો પરિવારના એક સભ્યને નોકરી આપવાનો રહેમરાહે નોકરીનો નિયમ રદ રાજ્ય સરકાર દ્વારા રદ કરી નંખાયો હતો. આ મુદ્દે આંદોલન કરવા માટે ઈચ્છુક યુવકોએ રજૂઆત કરતા નરેન્દ્રસિંહ પરમાર પાર્ટી ઓફિસે ચર્ચા કરવા માટે સાથી કાર્યકરો સાથે અમદાવાદ પહોંચ્યા હતા. પાર્ટી ઓફિસે ચર્ચા કરવા આવેલા નરેન્દ્રસિંહ સહિત ચારે જણાને ડિટેઈન કરી બેસાડી દેવાયા હતા.ચારમાંથી એક રાહુલ રાવલના પોલીસમાં ફરજ બજાવતા પિતાનું ચાલુ નોકરીએ અવસાન થયું હતું. તે પણ રહેમરાહે નોકરીનો નિયમ શરૂ થાય તે મુદ્દે નરેન્દ્રસિંહ સાથે આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં યોજાનારી રેલીમાં નરેન્દ્રસિંહ પરમાર સહિતના સભ્યો જોડાવાના હોવાની માહિતીને પગલે આ કાર્યવાહી થઈ હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.