સુરત વિપક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારની ફુટપાથ પર બજાર કાયદેસર કરાવવા માગણી - At This Time

સુરત વિપક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારની ફુટપાથ પર બજાર કાયદેસર કરાવવા માગણી


- વિપક્ષ મીઠી ખાડીના દબાણ દૂર કરવાની માગણી કરે છે- વોર્ડ નંબર 12 માંથી ચૂંટણી લડનાર અને હાલમાં પ્રદેશ ના હોદ્દેદારે મજુરાગેટ બજારના દબાણને કાયદેસર કરવા માટે રજુઆત કરીસુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારસુરતમાં દબાણ દુર કરવા માટે પાલિકાના વિરોધ પક્ષના બેવડા ધોરણ બહાર આવી રહ્યાં છે. વિપક્ષે ખાડી પરના દબાણ દુર કરીને દબાણ કરનારા અને થવા દેનારા સામે આકરા પગલા ભરવાની માગણી કરી છે. તો ગત સપ્તાહમાં આપના એક પ્રદેશ હોદ્દેદાર અને પાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારે મજુરાગેટના ગેરકાયદે દબાણ કરનારાઓને કાયદેસર કરવા માટેની માગણી કરી હતી.સુરત મ્યુનિ.ના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રેલ માટે ખાડી પરના દબાણ ને જવાબદાર ગણીને  દબાણ કરનાર અને આંખ આડા કાન કરનારા અધિકારી સામે પગલાં ભરવા માટે પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદમાં માગણી કરી હતી. મીઠી ખાડી પર ગેરકાયદે દબાણનો વિરોધ વિપક્ષ કરે છે પરંતુ જાહેર રસ્તા પર હજારો લોકો હેરાન થાય તેવા દબાણ માટે વિરોધ કરવાના બદલે તરફેણ કરી રહ્યા છે.પાલિકાની ચુંટણીમાં વોર્ડ નંબર 12 માથી ચૂંટણી લડેલા મહિલા ઉમેદવાર અને હાલ આપમાં પ્રદેશનો હોદ્દો ધરાવનાર મહિલા ચારેક દિવસ પહેલાં મેયરને રજૂઆત કરીને મજુરાગેટ પર દબાણ કરનારાઓને કાયદેસર જગ્યા આપવા માટેની માંગણી કરી હતી જેના કારણે વિવાદ ઉભો થયો છે. આમ ગેરકાયદે દબાણ મુદ્દે આપના બેવડા ધોરણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.