આઠ માસની પુત્રીની નજર સામે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર પરિણીતાએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી હતી
- પ્રેમલગ્ન કરનાર કાજલને પતિ ચેતન સગા સંબંધીને મળવા દેતો નહોતો અને કાજલ સિગારેટ પીવાની ના પાડે ત્યારે ઝઘડો કરતો હતો - કાજલે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે જીંદગીથી કંટાળી ગઈ છુંસુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર સ્યુસાઈડ નોટમાં જીંદગીથી કંટાળી ગઈ છું તેમ લખી સુરતના ઉધના કાશીનગરમાં આઠ માસની પુત્રીની નજર સામે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનાર પરિણીતાએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી હતી.પ્રેમલગ્ન કરનાર 30 વર્ષની પરિણીતાએ પતિ સગા સંબંધીને મળવા દેતો નહોતો અને તે સિગારેટ પીવાની ના પાડે ત્યારે ઝઘડો કરતો હોય આ પગલું ભર્યું હતું.ઉધના પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના કાશીનગર પ્લોટ નં.294 સ્થિત શર્મા વિલાસના ભાડાના રૂમ પૈકી બીજા માળે રૂમ નં.202 માં રહેતા અને ખાનગી નોકરી કરતા ચેતન રાણેની પત્ની કાજલ ( ઉ.વ.30 ) એ મંગળવારે સાંજે પોતાની આઠ માસની પુત્રીની નજર સામે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પ્રેમલગ્ન કરનાર કાજલે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે જીંદગીથી કંટાળી ગઈ છું. પાંચ વર્ષ અગાઉ ચેતન સાથે પ્રેમલગ્ન કરનાર કાજલના પિતા જીતેન્દ્રભાઇ દત્તાત્રેય કાપડને ( રહે. ઘર નં.122, શ્રી હરીનગર, ડિંડોલી, સુરત. મુળ રહે. વારૂડ, તા.સીંદખેડા, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) એ ગતરોજ કાજલને તેના પતિ ચેતને આત્મહત્યા કરવા મજબુર કરી હોવાનું જણાવી તેના વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ફરિયાદમાં જણાવ્યા મુજબ કાજલે ચેતન સાથે મા-બાપની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હોય તે કાજલને તેના સગા સંબંધીને મળવા દેતો નહતો. ચેતનને સિગારેટ પીવાની ટેવ હોય કાજલ સિગારેટપીવાની ના પાડે ત્યારે તે ઝઘડો કરતો હતો.પતિના આવા માનસિક ત્રાસથી કંટાળીને કાજલે સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. ઉધના પોલીસે ચેતનની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.