સુરતના ઝાંપાબજારની પરિણીતાના આપઘાતમાં પતિની ધરપકડ - At This Time

સુરતના ઝાંપાબજારની પરિણીતાના આપઘાતમાં પતિની ધરપકડ


- તલાક આપવા માટે ત્રાસ આપતા પતિ, સાસુ, નણંદ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો - તૈયબી મહોલ્લામાં રહેતા હસન ઉનવાલાએ પ્રેમલગ્ન કર્યા હતા છતાં અન્ય યુવતી સાથે પ્રેમ હોય તેની સાથે લગ્ન કરવા હતાસુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના ઝાંપાબજાર વિસ્તારની પરિણીતાના આપઘાતના બનાવમાં મહિધરપુરા પોલીસે તેને આપઘાત માટે મજબુર કરનાર પતિની ગુરુવારે મોડીરાત્રે ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઝાંપાબજાર તૈયબી મહોલ્લામાં રહેતા 33 વર્ષીય હસન યુસુફભાઇ ઉનવાલાએ તેનાથી 11 વર્ષ નાની જૈનાબ ( ઉ.વ.22 ) સાથે બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. છતાં તે અન્ય યુવતી શબનમ સાથે પ્રેમ હોય તેની સાથે લગ્ન કરવા જૈનાબને તલાક આપવા માતા બાનુબેન અને બહેન તસ્લીમ સાથે મળી ત્રાસ આપતો હતો. આથી જૈનાબે મંગળવારે સાંજે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મહિધરપુરા પોલીસે હસન, તેની માતા અને બહેન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન, મહિધરપુરા પોલીસે ગુરુવારે મોડીરાત્રે હસન યુસુફઅલી ઉનવાલાની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.