સુરતના વેપારી પાસેથી યુ.પી.ના વેપારીઓને કાપડનો માલ મોકલાવી ઠગાઈ કરનાર સુરતના બે દલાલ ભાઈઓ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ
- રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી રૂ.3.62 લાખનું ડ્રેસ મટીરીયલ અને સ્ટીચ સુટનું કાપડ યુ.પી.ના ગોંડાના વેપારીને મોકલી પેમેન્ટ કર્યું નહોતું અગાઉ રૂ.2.91 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી સુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના વેપારી પાસેથી યુ.પી.ના વેપારીઓને કાપડનો માલ મોકલાવી ઠગાઈ કરનાર સુરતના બે દલાલ ભાઈઓ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. બંનેએ રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી રૂ.3.62 લાખનું ડ્રેસ મટીરીયલ અને સ્ટીચ સુટનું કાપડ યુ.પી.ના ગોંડાના વેપારીને મોકલી પેમેન્ટ કર્યું નહોતું.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ હરિયાણાના વતની અને સુરતમાં સિટીલાઇટ બેન્ક ઓફ બરોડા પાસે મેઘ સર્મન કોમ્પલેક્ષ ફ્લેટ નંબર 5/ડી ટાવર નં.2 માં રહેતા 43 વર્ષીય અતુલભાઇ શ્યામશુંદર ગુપ્તા રીંગરોડ સહારા દરવાજા સામે ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં સ્વર્ણિમ ઇમ્પેક્ષના નામે ડ્રેસ મટીરીયલના અને સ્ટીચ સુટના કાપડનો વેપાર કરે છે. તેમની પાસેથી મૂળ યુ.પી ગોંડાના નીયાબ ગામના વતની અને સુરતના આસપાસ ગોડાદરા દેવી દર્શન સોસાયટી ઘર નં.77 માં રહેતા તેમજ કાપડ દલાલ તરીકે કામ કરતા બે ભાઈઓ રાજબહાદુર અને કક્કુ માતાપ્રસાદ મિશ્રા મારફતે 6 નવેમ્બર 2020 થી 5 માર્ચ 2021 દરમિયાન યુ.પી ગોંડાના દુર્જનપુર ખાતે અભિષેક જવેલર્સ એન્ડ કિંગ ક્લોથીંગ સેન્ટરના નામે વેપાર કરતા અભિષેકભાઇ સોનીએ રૂ.3,61,719 નો ડ્રેસ મટીરીયલના અને સ્ટીચ સુટના કાપડનો માલ મંગાવી પેમેન્ટ કરવાને બદલે ફોન રિસીવ કરવાનું બંધ કરી છેતરપિંડી કરી હતી. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ત્રણેય વિરૂદ્ધ ગતરોજ અરજીના આધારે ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ બંને દલાલ ભાઈઓએ અતુલભાઈ પાસેથી યુ.પી ગોંડાના રગરગંજ પારસપુર રોડ ખાતે માનસી કલેકશનના નામે વેપાર કરતા સંજય શુકલાને રૂ.2,90,800 નો ડ્રેસ મટીરીયલના અને સ્ટીચ સુટના કાપડનો માલ મોકલી પેમેન્ટ કરવાને બદલે ફોન રિસીવ કરવાનું બંધ કરી છેતરપિંડી કરી હતી. તે અંગે 10 દિવસ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.