ગાંધીધામમાં રાજ્યના બીજા સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું મોદી ઉદ્દઘાટન કરશે - At This Time

ગાંધીધામમાં રાજ્યના બીજા સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું મોદી ઉદ્દઘાટન કરશે


ભુજ,ગુરુવાર  ઔદ્યોગિક હબ બનેલા કચ્છના ગાંધીધામ શહેરને એક નવું નજરાણું મળી રહ્યું છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ હતાશ થયેલા કચ્છને બે દાયકામાં પુનઃ ધબકતા કરવામાં સરકાર અને સૃથાનિકોની મહેનત નોંધનીય છે.  સૃથાનિકો અને પરપ્રાંતિઓાથી બનેલું શહેર ગાંધીધામ મીની ભારત કહેવાય છે. જ્યાં ભારતના દરેક ખૂણામાંથી રોજીરોટી મેળવવા માટે શ્રમિકો, પરપ્રાંતિય શ્રમિકો, કામદારો અને મોટી ઔદ્યોગિક વસાહતો વસાવનારા લોકો અને કંપનીઓએ ગાંધીધામને મીની ભારત બનાવ્યું છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ કચ્છમાં ગાંધીધામ વિવિાધ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારી પુરી પાડતું શહેર જ નહીં પણ વિવિાધ ભારતીય સંસ્કૃતિઓને ઉજાગર કરતું અનોખું શહેર છે. જ્યાં ભારતમાંથી વસતા અનેક પરપ્રાંતિઓની લોક સંસ્કૃતિ, સામાજિક મેળવડા અને શૈક્ષણિક તેમજ સરકારી કાર્યક્રમો અને યોજનાઓનો લાભ આપવાના કાર્યક્રમો થતા રહે છે. કોમશયલ સેક્ટર તરીકે નામાંકિત ગાંધીધામમાં એક વિશાળ કન્વેન્શન સેન્ટરની જરૃરિયાતને ધ્યાને લઈને વડાપ્રાધાનએ આ શહેરમાં વિશાળ સેન્ટર બનાવવાનું સપનું રજૂ કર્યું હતું .જેને સાકાર કરવામાં  દિનદયાળ પોર્ટ ઓાથોરિટીએ મહત્વનું યોગદાન આપ્યું  અને સાકાર કર્યું ડા. બાબા સાહેબ આંબેડકર કન્વેસન સેન્ટર.ગાંધીધામ ખાતે આદિપુર ગાંધીધામને જોડતા ટાગોર રોડ પર સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં પાથરાયેલાં સંકુલમાં ૧૨૦૦ વ્યકિતની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર ૫૦૦ વ્યકિત બેસી શકે તેવા રૃ.૩૯ કરોડના ખર્ચે દીનદયાળ પોર્ટ ઓાથોરીટી દ્વારા નિમત આાધુનિક સુવિાધા સાથેના ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરનો શિલાન્યાસ ૨૦૧૭માં  વડાપ્રાધાનએ કર્યો હતો તેનું પણ લોકાર્પણ કરાશે.ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર બાદ રાજયનું આ બીજા નંબરનું સૌથી મોટું સંમેલન સેન્ટર બન્યું છે.દીનદયાળ પોર્ટ ઓાથોરિટી- ડીપીએ દ્વારા  રૃ.૩૯ કરોડના ખર્ચે આાધુનિક સુવિાધા સાથેનું ડા. બાબા સાહેબ આંબેડકર ભવન કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કચ્છની મુલાકાતે આવનારા વડાપ્રાધાનના હસ્તે કરવામાં આવશે. રાજયની રાજાધાની ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ રાજ્યનું આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર હશે જેનું લોકાર્પણ થશે . દેશના મુખ્ય બાર બંદરોમાં પ્રાથમ ક્રમે રહેનાર કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં અગ્રણી દિનદયાળ પોર્ટ ઓાથોરિટી- ડીપીએ દ્વારા નિર્માણ પામનારા આ સેન્ટરનું વર્ષ ૨૦૧૭માં વડાપ્રાધાન દ્વારા ભુમિપૂજન કરાયું હતું તેમની સુચના અને સ્વપ્નાઓ મુજબ તૈયાર કરેલા આ સેન્ટરને સાકાર કરવામાં પોર્ટના અધ્યક્ષ સહિત તમામ કર્મયોગીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે. સાડા ત્રણ લાખ ચોરસ ફૂટમાં બનેલા કન્વેશન સેન્ટરનું સંકુલ જેમાં પંદર હજાર  ચોરસ ફુટમાં  વાતાનુકુલિત હોલ  છે. આગળના ભાગે સિત્તેર હજાર ચોરસ મીટરમાં ફુટલોન આવેલી છે. આ હોલમાં ૧૨૦૦ વ્યક્તિની બેઠક ક્ષમતા છે તેમજ હોલની બહાર પણ ૫૦૦ વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસૃથા  છે.ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ ગાંધીધામમાં આવેલું આ સેન્ટર રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર બનશે.આાધુનિક સુવિાધાથી સજ્જ આ કેન્દ્રમાં ઈન્ડોર અને આઉટડોર ગ્રીન લેન્ડસ્કેપ સાથે પાર્ટીશન સુવિાધા છે. આ સેન્ટરમાં રિસેપ્શન રૃમ, ભવ્ય કાફેટેરિયા, આાધુનિક રેસ્ટોરન્ટ, વીઆઇપી રેસ્ટ રૃમ,સેન્ટ્રલી એસી હોલ, વેન્ટિલેશન, પાવર બેકઅપ,ફાયર સેફ્ટી, પીએ સિસ્ટમ,લિફ્ટ, સીસીટીવી કેમેરા, બેઝમેન્ટ પાકગ સહિતની આાધુનિક ઊભી કરવામાં આવી છે.સિસ્મિકપ્ફ સ્ટ્રકચરના પરિમાણોથી નિર્માણ આ સેન્ટરમાં સંસૃથાઓ, શાળાઓ,ઔદ્યોગિક એકમોની બેઠકો, સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે. જેનાથી ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારના લોકોને વિશેષ સુવિાધાઓ મળશે.ડીપીએના અધ્યક્ષ એસ.કે.મહેતાએ જણાવ્યું કે, આ ગુજરાત રાજ્યનું આ બીજા નંબરનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે જેનાથી વડાપ્રાધાનનરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થશે. ઉપાધ્યક્ષ નંદી શુક્લા જણાવે છે કે, આ સેન્ટરમાં શૈક્ષણિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી શકાશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.