આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્રારા સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવા માંગ
આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્રારા સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવા માંગ
બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્રારા આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્રારા સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી માંગ કરી છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્રારા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે જેથી સ્થાનિક કામો થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ મનહર માતરિયા દ્રારા મીડિયા સમક્ષ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હોય કે આપ હોય કે કોંગ્રેસ હોય તમામ પક્ષ દ્રારા સ્થાનિક ઉમેદવારની બોટાદ જિલ્લાની બોટાદ, ગઢડા તેમજ રાણપુર બેઠક પર પસંદગી કરવામાં આવે તેવી માંગણી કરી છે. મનહર માતરિયાના કહેવા પ્રમાણે બહારના ઉમેદવાર કામ કરતા ન હોય જેને લઈ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે જો સ્થાનિક ઉમેદવાર હોય તો સ્થાનિક પ્રશ્ન હલ થઈ શકે માટે તમામ રાજકીય પક્ષો દ્રારા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે તેવી મોડિયા સમક્ષ કરી માંગ કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બોટાદ સરપંચ પરિષદના પ્રમુખ દ્રારા જો સ્થાનિક ઉમેદવાર પસંદગીમાં જે પક્ષ સ્થાનિક ઉમેદવારને પસંદ કરશે તેમની સાથે સરપંચ પરિષદ રહેશે તેવું જણાવ્યું હતું
Report, Nikunj Chauhan Botad 7575863232.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.