ભાવનગરના ડોકટરને હનીટ્રેપમાં ફસાવી 2 કરોડની માંગણી કરાઇ - At This Time

ભાવનગરના ડોકટરને હનીટ્રેપમાં ફસાવી 2 કરોડની માંગણી કરાઇ


- ડોકટરને સુરતની હોટલમાં બેશુધ્ધ બનાવી યુવતીએ વીડિયો ઉતારી લઈ બ્લેકમેઈલ કરાયા- બળજબરીથી નાણા પડાવવા યુવતીના સાગરીતોએ ડોકટરને ધાક ધમકી આપી- યુવતી અને શખ્સોને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવાઈભાવનગરભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા ડોકટર સાથે અમદાવાદની યુવતીએ મિત્રતા કેળવી વોટ્સએપ પર ચેટીંગ કરીને ડોકટરને સુરતની એક હોટલમાં મળવા બોલાવી નશાકારક પદાર્થ ખવરાવી બેશુધ્ધ બનાવી યુવતીએ વીડિયો બનાવી લઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. બાદ યુવતી અને તેના સાગરીતોએ રૂા. બે કરોડની માંગણી કરી અવાર નવાર ધાક ધમકી આપતા યુવતી સહિત પાંચ સામે ફરીયાદ નોંધાવા પામી હતી. જેને લઈ તમામને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ છે.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ શીવાલીક આરોગ્યધામમાં રહેતા ડોકટર દલપતભાઈ ધિરૂભાઈ કાતરીયાએ બોરતળાવ પોલીસ મથકમાં કાજલ પટેલ, મહાવિરસિંહ તણસા, વિજય ભરવાડ અને બે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા. ૨૫.૩.૨૨ના અરસા દરમિયાન કાજલ પટેલ સાથે સોશિયલ મીડિયાના વોટ્સએપ મારફતે પરિચય થયા બાદ મિત્રતા થઈ હતી. કાજલે તેઓ સાથે મિત્રતા કેળવી તેને સુરત બોલાવી એક હોટલમાં મળવા બોલાવી તેને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ આપી બેશુધ્ધ બનાવી દઈ તેઓ સાથેના ફોટા અને વીડિયો ઉતારી લીધા બાદ હની ટ્રેપમાં ફસાવી તેના અન્ય સાગરીતો સાથે મળી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી. જે રૂપિયા તેઓએ ન આપતા તેની પાસે બળજબરીથી કઢાવવા માટે વિજય, મહાવિરસિંહ અને અજાણ્યા શખ્સોએ અવાર નવાર ફોન કરી નાણાની માંગણી કરી ધાક ધમકી આપી હતી.ઉક્ત બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે આઈપીસી. ૩૮૭, ૩૨૮, ૫૦૬(૨), ૧૨૦(બી), આઈટી એક્ટ ૬૬ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બનાવ સંદર્ભે બોરતળાવ પીઆઈ જાદવનો સંપર્ક સાધતા તેઓએ બનાવને સમર્થન આપી યુવતી અને શખ્સોને ઝડપી પાડવા માટે જુદી જુદી બે ટીમ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.