રાવપુરા પોલીસ સ્ટેશનમાં જમા લીધેલા વાહનોની હરાજી
વડોદરા,રાવપુરા પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલા વાહનો લેવા માટે કોઇ આવતું નહી હોવાના કારણે કોર્ટના હુકમના આધારે તેની હરાજી કરવામાં આવી હતી.અલગ - અલગ ગુનામાં રાવપુરા પોલીસે કબજે કરેલા ૨૫ ટુ વ્હીલર, એક રીક્ષા તથા રીક્ષાનો સામાન લેવા માટે લાંબા સમયથી કોઇ આવતું નહતું. આ સામાનના નિકાલ માટે રાવપુરા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી.જે હુકમના આધારે આજે બપોરે યોજવામાં આવેલી હરાજીમાં ૭૦ વેપારીઓ હાજર રહ્યા હતા.અને તમામ સામાનની હરાજી કરવામાં આવતા પોલીસને ૨.૨૬ લાખની આવક થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.