વીજ કું.ની સચિન કચેરીમાં ટ્રાન્સફોર્મર, કેબલ સહિતની સાધન-સામગ્રી નથી - At This Time

વીજ કું.ની સચિન કચેરીમાં ટ્રાન્સફોર્મર, કેબલ સહિતની સાધન-સામગ્રી નથી


-નવા
એકમો થયાં હોવાથી તથા અપગ્રેડેશનને કારણે ઉદ્યોગોની વિજળીની માંગ ચાર ગણી વધી છે        સુરત,
સચીન
જીઆઇડીસી અને નજીકની વસાહતોમાં અપગ્રેડેશનને કારણે વિજળીની માંગ ખૂબ જ વધી છે. વીજ
કંપનીની સચીન કચેરીમાં ટ્રાન્સફોર્મર,
કેબલ અને અન્ય સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ મુકવામાં આવી છે.સચીન જીઆઇડીસી
વિસ્તારમાં 2000 નવા એકમો શરૃ થયાં હોવાથી તથા અપગ્રેડેશનને કારણે ઉદ્યોગોની વિજળીની માંગ
ચાર ગણી વધી છે.100 ટ્રાન્સફોર્મર માટે ઉદ્યોગકારોએ રુ. 80 થી 90 કરોડની રકમ પણ કંપનીમાં જમા કરાવી દીધી છે,
એમ સચીન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીએ કંપનીને લખેલા પત્રમાં જણાવ્યું
છે.સચીન જીઆઈડીસીમાંના
વિવિધ એકમોમાં આશરે રુ.500 કરોડની ટેક્ષટાઈલ મશીન૨ી આવી પડેલી છે. મશીનરીની લોન સામે ઉદ્યોગકા૨ોના માથે
બેંકોનું કરોડો રૃપિયાનું વ્યાજનું ભા૨ણ ચઢી રહેલ છે. જયારે સચીન સબ-ડિવિઝન કચેરીમાંથી
દર મહીને ૧૨૦ કરોડ રૃપિયાની રેવન્યુ સ૨કા૨ને મળી રહેલ છે.

ઉદ્યોગોની
વીજ માંગને પહોંચી વળવા માટે કચેરી પાસે જરૃરી સાધનો જ ઉપલબ્ધ નથી. 500, 200 અને 100 કેવીનાં ટ્રાન્સફોર્મરો, ડોક કંડકટર, વી ક્રોસ, સી કલેમ, નટ-બોલ્ટ,
ચેનલ-એંગલ, 55 એમએમનો કંડકટર વાય૨ તથા 150,
70. 50, 16 એમએમ તથા વિવિધ કેપીસિટીના કેબલ તથા
થ્રી ફેઈઝ મિટરો સ્ટોકમાં નહીં હોવાથી, વહેલી તકે ઉપલબ્ધ કરાવવા
જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.