રાપર લોહાણા મહિલા મંડળ દ્વારા દરેક સમાજ ની મહિલાઓ અને દિકરીઓ ને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો - At This Time

રાપર લોહાણા મહિલા મંડળ દ્વારા દરેક સમાજ ની મહિલાઓ અને દિકરીઓ ને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો


રાપર લોહાણા મહિલા મંડળ દ્વારા દરેક સમાજ ની મહિલાઓ અને દિકરીઓ ને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ આવે તે માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું
રાપર જલારામ રઘુવંશી લોહાણા છાત્રાલય ખાતે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ મહિલા મંડળ ના પ્રમુખ રંજન બેન રાજદે દ્વારા પધારેલ મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરેલ હતું

શ્રીમતી ઈલાબેન વોરા કેન્સર વિજેતા છે. વ્યવસાયે એડવોકેટ એવાં ઈલાબેન ને 2008 માં બ્રેસ્ટ કેન્સર નું નિદાન થયું. ઓપરેશન અને કેમોથેરાપી ની સારવાર બાદ તેઓએ હિંમત હાર્યા વગર કેન્સર સામે લડી લઈ સંપૂર્ણપણે પૂર્વવત જીવન જીવવાનું નક્કી કર્યું. 2011 મા તેઓએ દૂર્ગમ ગણાતી કૈલાસ માનસરોવર ની યાત્રા કરી. 16500 ફૂટ ની ઊંચાઈ પર પણ તેઓને તકલીફ ન પડી અને 28 દિવસ ની આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી.
2012 મા તેઓએ અમેરિકામાં ગ્રાન્ડ કેન્યોન નું કઠિન ગણાતું ટ્રેકીંગ પણ કર્યુ. કેન્સર સામે લડવા સારવાર ઉપરાંત દર્દી ઓ ને હૂંફ અને માનસિક સધિયારો ખૂબ જરૂરી છે એ અનુભવ ના કારણે તેઓએ વકીલાત ના વ્યવસાય ને તિલાંજલિ આપી કેન્સર દર્દી ઓ ની સેવા કરવા નું પણ લીધું.

2013 થી તેઓ સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે જોડાયા. આ સંસ્થા ના અમદાવાદ કેન્દ્ર ના કોર્ડિનેટર તેઓ હાલ કાર્યરત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં આવેલ કેન્સર હોસ્પીટલ ની એથીક્સ કમિટી તેમજ લિગલ કમિટી માં તેઓ ની નિયુક્તિ થયેલી છે.

કેન્સર ના દર્દીઓની સેવા કરવી અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવી એ જ તેઓ નો ભાવ છે

રાપર શહેરમાં મહિલાઓને લગતા કેન્સર વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિગતવાર માહિતી આપી ત્યારબાદ રાપર ઈશાર સંસ્થાના સેજલબેન જોશી દ્વારા મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બને અને મહિલાઓનું થતી તકલીફો વિશે માહિતી પ્રદાન કરી

આ સમગ્ર કાર્યક્રમ માં રાપર જલારામ રઘુવંસી લોહાણા કન્યા છાત્રાલય ના પ્રમુખ અંજના બેન ચંદે . રાપર લોહાણા મહિલા મંડાણ ના પૂર્વ પ્રમુખ ભાવના બેન ભીંડે.નયના બેન કારિયા. વાસન્તિ બેન ચંદે.. દક્ષાબેન ઠકકર . જ્યોતિબેન ગોસ્વામી.. દમયંતી બેન પ્રજાપતિ.. વગેરે ઉપસ્થિત રયા હતા.. શૈલેષ ભાઈ ભીંડે ની યાદીમાં જણાયું હતું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.