પાલનપુરના ગઠામણ પાટીયા પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રનું મોત
- સ્કૂલેથી પુત્રને લઈ પરત ફરી રહેલી માતાના એકટીવાને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર - ગમખ્વાર અકસ્માતની ઘટના સીસી ટીવી કેમરામાં કેદ થઈ હતીબનાસકાંઠા, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવારપાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલ ગઠામણ પાટીયા પાસે પુરઝડપે પસાર થઈ રહેલ એક આગળ જતા એકટીવા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ માતા પુત્રનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જોકે અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક ટેન્કર લઈને ફરાર થઈ ગયો હતો.પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના વતની અને પાલનપુરના વિનાયક પાર્કમાં રહેતા રેણુકાબેન મિલનભાઈ રાવલ બુધવારે ભારે વરસાદ હોઈ બપોરના એક વાગ્યાના સમયે પોતાના 4 વર્ષના પુત્ર કલ્પ રાવલને સ્કૂલે લેવા ગયા હતા. માતા-પુત્ર એક્ટિવા લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગઠામણ પાટીયા પાસે પાલનપુર તરફથી પુરઝડપે આવી રહેલ અજાણ્યા ટેન્કર ના ચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી આગળ જતા એકટીવાને પાછળના ભાગે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં રેણુકાબેનનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું જ્યારે 4 વર્ષીય કલ્પ ગંભીર ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેનેખાનગી હોસ્પિટલમાં ખસેડવાનામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. હતું જોકે માર્ગ અકસ્માતમાં માતા પુત્રના મોતથી શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જોકે અકસ્માતની ઘટના અહીં લાગેલ સીસી ટીવી કેમરામાં કેદ થયા બાદ પશ્ચીમ પોલીસ મથકે અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. સાથે જ પોલીસે અજાણ્યા ટેન્કર ચાલકને પકડી પાડવા તપાસ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.