ખોટી સારવાર કરી છેતરપિંડી કરતી નકલી ડૉકટરોની ટોળકી પકડાઈ, વૃદ્ધ પાસેથી અઢી લાખ રૂપિયા પડાવ્યા - At This Time

ખોટી સારવાર કરી છેતરપિંડી કરતી નકલી ડૉકટરોની ટોળકી પકડાઈ, વૃદ્ધ પાસેથી અઢી લાખ રૂપિયા પડાવ્યા


અમદાવાદ,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારરાજ્યમાં લોકોની ખોટી સારવાર કરી છેતરપિંડી કરતી નકલી ડૉકટરોની ટોળકીનો પર્દાફાશ થયો છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૧માં દાખલ થયેલા છેતરપિંડીના ગુનાના બે આરોપીઓ પકડાતા સમગ્ર પર્દાફાશ થયો હતો. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર મો.હકીમ ફરાર હજુ ફરાર છે.આ ટોળકીએ ચાંદખેડાના વૃદ્ધની ખોટી સારવાર કરી અઢી લાખ પડાવ્યા હતા. જો કે, શાહીબાગ પોલીસે ઠગ ટોળકીને પકડતા વૃદ્ધને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા ચાંદખેડામાં મંગળવારે ફરિયાદ નોંધાઈ હતી. શાહીબાગ પોલીસે આરોપીને પકડતા વૃદ્ધને ઠગાઈ થયાની જાણ થઈઃ મુખ્ય આરોપી મો.હકીમ ફરારપોલીસ તપાસમાં ટોળકીએ  ચાંદખેડામાં રહેતાં અને પગમાં સોજાની સમસ્યાથી પિડાતા ૬૭ વૃદ્ધ વિનોદભાઈ રામચંદ્ર પટેલ રહે, સોપાન એપાર્ટમેન્ટ, ચાંદખેડાનાઓને બે પુત્રો અને પુત્રી વિદેશમાં સ્થાયી થયા છે. છેલ્લા ચાર વર્ષથી પગની સમસ્યાથી પિડાતા વિનોદભાઈએ અનેક ડૉકટરોની દવા લીધી પણ ફેર પડતો ન હતો. દરમિયાન ગત તા.૪ ઓગષ્ટના રોજ બંશલ નામનો વ્યક્તિ વિનોદભાઈને મળ્યો હતો. આ શખ્સે વિનોદભાઈને જણાવેલ કે, તમારા પગમાં સોજા છે, મારી માતાને આવા સોજા હતા પણ સારવારથી સારૂ થઈ ગયું હતું. તમારે સારવાર કરાવી હોય તો મને કહેજો પૂનાવાળા ડૉકટરનો સંપર્ક કરાવી આપીશ તેમ કહી પોતાનો નંબર આપ્યો હતો. વિનોદભાઈએ બંશલને ફોન કરતા તેણે ડૉ.આર.થાનાવાલાનો નંબર આપ્યો હતો. આ નંબર કોન્ટેક્ટ કરતા ડૉકટરે પોતે વિનોદભાઈના ઘરે આવી સારવારની વાત કરી હતી. આ ડૉકટર ગત તા.૬ ઓગષ્ટના રોજ વિનોદભાઈના ઘરે આવેલા ડૉકટરે જણાવ્યું કે, તમારા પગમાં પરૂ થયેલ છે, જે કોઢવું પડશે તેમ કહી આરોપીએ પગમાંથી પીળા કલરનું પરૂ કાઢયાનું બતાવ્યું તે પેટે રૂ. અઢી લાખની રકમ લીધી હતી. આરોપીએ તમને ધીરેધીરે સારૂ થઈ જશે તેવી વાત કરી હતી. આ જ ટોળકીએ શાહીબાગમાં ૨૦૨૧માં અન્ય વ્યક્તિ પાસેથી સારવારના નામે બે લાખ પડાવ્યા હતા. આ ગુનામાં શાહીબાગ પોલીસે બે આરોપીને ઝડપી લેતા વિનોદભાઈને પણ પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા તેઓેએ ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે આ ગુનામાં બે આરોપીને ઝડપી લીધા છે.મુખ્ય સૂત્રધાર મો.હકીમને પકડવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.