એકલવાયું જીવન ગુજારતી સમાજસેવિકાને સગા ભાઈના નામે ધમકી ભર્યો પત્ર મળ્યો - At This Time

એકલવાયું જીવન ગુજારતી સમાજસેવિકાને સગા ભાઈના નામે ધમકી ભર્યો પત્ર મળ્યો


- મારા માણસોને ખુશ કરી દે નહીં તો મરવા માટે તૈયાર રહેજે ,ભાજપનો આગેવાન છું કોઈ વકીલ તારો કેસ લડશે નહીં તેવો ઉલ્લેખ વડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારસંસ્થા થકી સમાજ સેવિકાનું કાર્ય કરતી અને પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસથી કંટાળી એકલવાયું જીવન ગુજરાતી મહિલાના વડોદરા ખાતેના બંધ મકાનમાં પોતાના સગા ભાઇના નામે ગર્ભિત ધમકી આપતો પત્ર મળતા બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ વડોદરા ના રહેવાસી રીનાબેન ( નામ બદલ્યું છે ) સંસ્થા ચલાવી સમાજસેવક તરીકે કાર્ય કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2011 થી ઘર કંકાસથી કંટાળી પતિથી અલગ રહું છું. 20 ઓગસ્ટના રોજ ફેમિલી કોર્ટની મુદ્દત હોય હું વડોદરા ખાતેના મકાનમાં આવી હતી. મકાનનો દરવાજો ખોલતા કવર મળી આવ્યું હતું. જેમાં મોકલનાર તરીકે એડવોકેટ જયભાઈ પીઠવા ( રહે - કાન્હાસીટી આજવા રોડ) નો ઉલ્લેખ હતો. પત્રમાં જણાવ્યું હતું કે, હું જે પી એન એસોસિએશનનો માલિક એડવોકેટ જય પીઠવા અને ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છું. કોઈ વકીલ તારો કેસ લડશે નહીં. તારી પાસે બે ઓપ્શન છે. એક મારા માણસોને ખુશ કરી દે. બીજો મરવા માટે તૈયાર રહેજે. વિગેરે લખાણ સાથે ગર્ભિત ધમકીઓ આપી હોવાનો પણ ઉલ્લેખ છે. આ પત્ર મારા જેઠ રાજેશ મનહરલાલ ગોહેલ તથા સ્નેહલ દિલીપભાઈ પટેલ નાખી ગયા હોવાની શંકા છે. ચારના બદલે પોલીસે માત્ર એક જ આરોપીનો ઉલ્લેખ કર્યો હોવાનો ફરિયાદીનો આક્ષેપ આ અંગે ફરિયાદીનો ટેલીફોનિક સંપર્ક સાંધતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટ તરફથી મને સાત વર્ષથી વિથ વેપન સાથે પોલીસ પ્રોટેક્શન મળેલ છે. કારણ કે મને કેસ પાછો ખેંચવા એસિડ એટેકની ધમકી આપી છે. બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તેમાં ખરેખર ચાર આરોપી છે. પરંતુ એફઆઇઆરમાં માત્ર એક જ વ્યક્તિનો ઉલ્લેખ થયો છે. જેથી ગઈકાલે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કર્યા બાદ આજે બાપોદ પોલીસ મથકે આ મુદ્દે રજૂઆત કરીશ. મારા સગા ભાઈ જય પીઠવાએ અગાઉ માતા-પિતા ઉપર હુમલા કરી ખોટી ફરિયાદો કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.