ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા - At This Time

ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા


ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. જો કે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી અને 22 મેથી તે યથાવત છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 2 ઓગસ્ટ, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહી છે. વાસ્તવમાં ઈરાન દ્વારા ક્રૂડનો પુરવઠો શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.