પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર એલ સી બી ટીમના દરોડા - At This Time

પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર એલ સી બી ટીમના દરોડા


તા.25/08/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 7186 તથા બીયર ટીન નંગ 564 જેની કિ.રૂ.18,64,020 તથા ટ્રક તથા પીકઅપ ગાડી તથા રાઈસના કોથળા નંગ 650 કિ.રૂ.16,25,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5,000 સહિત અન્ય મુદ્દામાલ સાથે કિ.રૂ.49,94,020 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા રાત્રી દરમિયાન બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી હકીકત આધારે વસંતભાઈ કાનજીભાઈ વાણીયા રહે પીપળી પાટળી વાળો તેના સાગરીતો મારફતે એક સફેદ કલરના મોરા તથા લાલ કલરની બોડીવાળા અશોક લેલન્ડ કંપનીના 16 વિલવાળા ટ્રક નં.HR 39 E 9573 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર વિદેશી દારૂનો મોટો જથ્થો કવરીંગની આડમાં મંગાવી કચોલીયા ગામના બોર્ડથી કચોલીયા ગામ તરફ જતા જમણી બાજુ આવેલ રાઈસ મિલના નામથી ઓળખાતી પડતર બંધ મિલમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનો મારફતે વિદેશી દારૂનો કોટિંગ કરાવે છે હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમના પીઆઇ શ્રી એમ ડી ચૌધરી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ નિકુલસિંહ, દિલીપભાઈ, અજયસિંહ, કુલદીપસિંહ, સહિત ટીમ દ્વારા બાતમી આધારે ચાલુ કટીંગ ઉપર પૂરતી તૈયારી સાથે તાત્કાલિક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની કાચની કંપની શીલ બંધ બોટલો નંગ 7186 તથા બીયરના ટીન નંગ 564 મળી કુલ રૂ.18,64,020 તથા ટ્રક કિ.રૂ.10,00,000 તથા પીઅકપ ગાડી નં.GJ 36 T 7329 કિ.રૂ.5,00,000 તથા કવરિંગ માટે વપરાયેલ ચોખાના કોથળા નંગ 650 કિ.રૂ.16,25,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5,000 એમ કુલ મળીને કિ.રૂ.49,94,020 ના મુદ્દામાલ સાથે ટ્રક નો ક્લીનર આરોપી બલી બલવાનસિંગ દહીંયા રહે બીઠમારા ગામ રાજ્ય હરિયાણા વાળો રેટ દરમિયાન પકડાઈ જાય તેમજ આરોપી વસંતભાઈ કાનજીભાઈ વાણીયા પાટડી વાળો ટ્રક નં.HR 39 E 9573 નો ચાલક તથા પીકપ ગાડી નં.GJ 36 T 7329 નો ચાલક હાજર નહીં મળી આવતા ગુનો કરેલ હોય તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.