બોટાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા અને ત્રીજા વર્ષની ફળપાકની સહાય માટે તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમા અરજી કરવાની રહેશે
બોટાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા અને ત્રીજા વર્ષની ફળપાકની સહાય માટે તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમા અરજી કરવાની રહેશે
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા અને ત્રીજા વર્ષની ફળપાક વાવેતર માટેની સહાય માટે તા. ૩૦/૦૮/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી ફળપાક વાવેતર માટેની યોજનામાં બાગાયતી ખેડૂતોને સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. જે હેઠળ ખેડૂતોએ વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ મા સહાય લીધેલ હોય તેમણે બીજા અને ત્રીજા વર્ષ માટેની સહાય ચાલુ નાણાકીય વર્ષમાં લેવાની બાકી હોય તેમણે તારીખ ૩૦/૦૮/૨૦૨૨ સુધીમાં સમય મર્યાદાને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધવા જિલ્લા બાગાયત અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.