605 કરોડનો બેન્ક ફ્રોડ : મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ચારની ધરપકડ કરી - At This Time

605 કરોડનો બેન્ક ફ્રોડ : મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ચારની ધરપકડ કરી


- વ્યક્તિગત ફાયદા માટે કંપનીમાંથી ભંડોળ કાઢવાનો આરોપ- ઉદ્યોગપતિઓએ ખોટી આવક બતાવીને બેન્ક પાસેથી જંગી લોન મેળવીને પોતાના ખાતામાં જમા કરીનવી દિલ્હી : ઇડીઅ બાંકે બિહારી એક્સપોર્ટ્સ લિમિટેડ નામની ફર્મ દ્વારા ૬૦૫ કરોડ રુપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીના ચાર ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. આરોપીઆની ઓળખ કંપનીના ડિરેક્ટર અમરચંદ ગુપ્તા, રામલાલ ગુપ્તા, રાજકુમાર ગુપ્તા અને અમરચંદ્ર ગુપ્તાના ભત્રીજા તથા કર્મચારી સંજય કંસલના સ્વરુપમાં થઈ છે. તેઓ કંપનીના ડિરેક્ટર છે. ઇડીએ કંપનીના ડિરેક્ટરો અને અજાણ્યા કોર્પોરેટરો સામે સીબીઆઇએ નોંધાવેલી એફાઇઆરના આધારે તપાસ શરુ કરી છે. સીબીઆઇની એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીના ડિરેક્ટરો આ કૌભાંડમાં સામેલ છે. તેમના પર અન્ય વ્યક્તિઓના બેન્ક ભંડોળના દૂરુપયોગ, તેમના નામે નકલી સંસ્થાઓ અને કંપનીની સહયોગી સંસ્થાઓના માધ્યમ દ્વારા હિસાબી ચોપડામાં હેરાફેરી અને શેલ કંપનીઓ દ્વારા નાણા ટ્રાન્સફર કરવાનો આરોપ મૂકાયો છે. તેમણે પોતાના વ્યક્તિગત ફાયદા માટે કંપનીમાંથી ભંડોળ કાઢ્યુ જેથી જાહેર ક્ષેત્રની બેન્કોને ૬૦૫ કરોડનું નુકસાન થયું. ઇડીની તપાસ દરમિયાન ખબર પડી કે કંપનીના ડિરેક્ટરો, કર્મચારીઓ દ્વારા જુદી-જુદી વ્યક્તિઓના નામે શેલ સંસ્થાઓનું એક જાળુ બનાવવામાંઆવ્યું છે. તેના માધ્યમથી કંપની દ્વારા બનાવટી લેવડદેવડ દ્વારા કારોબાર વધારીને બતાવવામાં આવ્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે આ બનાવટી લેવડદેવડની આડમાં બેન્કોનો ભંડોળ કંપનીની સહયોગી કંપનીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યું. આ રીતે કરોડો રુપિયા રોકડા કાઢવામાં આવ્યા. કંપની દ્વારા મંજૂર કરવામાં આવેલા બેન્ક ભંડોળને વ્યક્તિગત બેન્ક ખાતાઓમાં અવાસ્તવિક વેચાણ, ખરીદીની લેવડદેવડની આડમાં વ્યક્તિગત સ્વામિત્વ ધરાવતા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. આ ભંડોળનો ઉપયોગ વિવિધ સંસ્થાઓના માધ્યમ દ્વારા રકમ બીજે વાળી ૧૦૦ કરોડથી વધારે રુપિયાની સ્થાવર જંગમ મિલકત બનાવવા કરવામાં આવ્યો હતો. રામલાલ, રાજકુમાર અને સંજય કંસલને ૧૮ ઓગસ્ટે પકડવામાં આવ્યા હતા અને સીબીઆઇની ખાસ કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ પર મોકલાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.