કોલેજોમાં ડિસે.અંત સુધી પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીને ફી પરત મળશે
અમદાવાદકોરોનાને
લઈને વાલીઓની સ્થિતિને ધ્યાને રાખતા યુજીસી દ્વારા ફી રીફંડ પોલીસી જાહેર કરવામા
આવી છે અને જે અંતર્ગત જીટીયુ દ્વારા તમામ ટેકનિકલ કોલેજોને આદેશ કરવામા આવ્યો છે
કે ચાલુ વર્ષે ટેકનિકલ કોર્સમાં ૩૧ ઓક્ટોબર સુધીમાં પ્રવેશ રદ કરાવનાર
વિદ્યાર્થીને પુરી ફી પરત કરવામા આવે અને ડિસેમ્બર અંત સુધી વિદ્યાર્થી પ્રવેશ રદ
કરાવી દે તો માત્ર પ્રોસેસિંગ ચાર્જ એક હજાર રૃપિયા બાદ કરીને બાકીની ફી પરત
આપવાની રહેશે.જેઈઈ,કોમન
યુનિ.પ્રવેશ પરીક્ષા સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓના વિલંબને લઈને કોલેજોમાં પ્રવેશ
મોડા થયા છે .જેથી યુજીસી દ્વારા ફી રીફંડ પોલીસી જાહેર કરીને તમામ યુનિ.ઓને
પરિપત્ર કરવામા આવ્યો છે કે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષને સ્પેશ્ય કેસમાં ગણીને ૩૧
ઓક્ટોબર સુધીમાં પ્રવેશ ફેરબદલ કરનાર એટલે કે એક કોલેજથી બીજી કોલેજમાં જનાર કે
પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીને પુરી ફી પરત કરી દેવમા આવે .જ્યારે ૩૧ ડિસેમ્બર
સુધીમાં જો વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો વિદ્યાર્થી પાસેથી માત્ર પ્રોસેસિંગ
ચાર્જ લઈને બાકીની ફી પરત કરવાની રહેશે.
જો કે
પ્રોસેસિંગ ફી માત્ર એક હજાર રૃપિયા જ લઈ શકાશે.મહત્વનું છે કે ટેકનિકલ
કોલેજોમાં-કોર્સમાં ઊંચી ફી હોય છે ત્યારે
ઘણી કોલેજો આખા વર્ષની તો ઘણી કોલેજો આખા સેમેસ્ટરની ફી સાથે લીધા બાદ ડોક્યુમેન્ટ
પણ લઈ લે છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો ફી પરત કરવામા આવતી નથી અથવા તો
ડોક્યુમેન્ટ વિદ્યાર્થીને પરત કરવામા આવતા નથી.ઘણી કોલેજો ખાલી બેઠક ભરાય તો જ
વિદ્યાર્થીને ફી પરત કરે છે ત્યારે યુજીસીની ફી રીફંડ પોલીસી અંતર્ગત જીટીયુ
દ્વારા યુજીસીના પરિપત્રને લઈને તમામ ટેકનિકલ કોલેજોને વિદ્યાર્થીઓને સેમેસ્ટર ફી
રીફંડ કરી દેવા આદેશ કરવામા આવ્યો છે.યુજીસીએ પણ તમામ કોલેજો-યુનિ.ઓને કોવિડ
મહામારીને ધ્યાને લઈને ફી રીફંડ પોલીસીની જોગવાઈઓનું પાલન કરવા જણાવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.