નડિયાદના બિલોદરા ગામમાં 10 દિવસથી કપિરાજનો આતંક
- અગાઉ પણ એક વાનરને ઝડપીને દૂર છોડી દેવાયો હતો- 7 જેટલી વ્યક્તિઓને બચકાં ભરતાં ગામમાં ફફડાટ વ્યાપી ગયો : વનવિભાગે પાજરૂ મુક્યુંનડિયાદ : નડિયાદ તાલુકાના બિલોદરા માં છેલ્લા દસેક દિવસથી તોફાની કપિરાજે આતંક મચાવ્યો છે. તોફાને ચડેલા કપિરાજે સાત જેટલી વ્યક્તિઓને બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયા છે. કપીરાજના આતંકથી સોસાયટી વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં છેલ્લા દસેક દિવસથી એક તોફાની કપીરાજ આતંક મચાવી રહ્યો છે. તોફાની કપીરાજ ના ભયથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. આ કપીરાજ રાજે બિલોદરા માં આસ્થા પુર, સાઈ દર્શન તેમજ ચંદ્ર દર્શન સોસાયટી સહિત ગામમાં સાત જેટલા ઇસમોને હાથ, પગ તેમજ બરડા પર બચકા ભરી લોહી લુહાણ કરી દેતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અગાઉ વસો તાલુકાના મિત્રાલ ગામે તોફાની વાનરે દસ જેટલા વ્યક્તિને બચકા ભર્યા ની ઘટના બહાર આવી હતી. જેમાં વન વિભાગની ટીમ દ્વારા તોફાની કપીરાજ ને પકડી દૂર સીમ વિસ્તારમાં છોડી દીધો હતો. આ છોડી દીધેલ કપીરાજ બિલોદરા માં આવી તોફાને ચઢયાની સંભાવના છે. બિલોદરાના સરપંચે આ કપિરાજ અંગેની જાણ કરતા વનવિભાગના અધિકારીઓ વિક્રમભાઈ વાળા પોતાની ટીમ સાથે કપીરાજ ને પકડવા દોડી ગયા હતા. વન વિભાગ દ્વારા કપીરાજ ને પકડવા પાંજરું મૂકી તોફાની વાનરને પકડવા કામગીરી હાથ ધરી છે. પરંતુ હજી સુધી તોફાની કપીરાજને પાંજરામાં પુરવામાં સફળતા મળી નથી. આમ તોફાની કપિરાજ ના હુમલા ના બનાવ થી સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ સર્જાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.