અમદાવાદમાં રોડ તુટવાની સાથે માર્ગ મંત્રી પૂર્ણેશ મોદી પણ પાણીમાં વહી ગયા,મ્યુ.બોર્ડ બેઠકમાં વિપક્ષનો આક્ષેપ - At This Time

અમદાવાદમાં રોડ તુટવાની સાથે માર્ગ મંત્રી પૂર્ણેશ મોદી પણ પાણીમાં વહી ગયા,મ્યુ.બોર્ડ બેઠકમાં વિપક્ષનો આક્ષેપ


અમદાવાદ,બુધવાર,24
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં અમદાવાદમાં
રોડ તુટવાની સ્થિતિમાં લોકો કમર અને મણકાંના દર્દથી પરેશાન થઈ રહયા છે.ભારે
વરસાદને કારણે શહેરમાં રસ્તાઓ ધોવાઈ જવાની સાથે રાજયનાં માર્ગ મંત્રી પૂર્ણેશ મોદી
પણ પાણીમાં વહી ગયા હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કરતા બેઠકમાં હોબાળો મચી ગયો
હતો.રોડ તુટવાની સ્થિતિમાં જે તે ઝોનના એડીશનલ સીટી ઈજનેર કે ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરને જવાબદાર ગણી તેમના પગારમાંથી રકમ કાપવા ઉપરાંત મ્યુનિ.ની કથળેલી આર્થિક
સ્થિતિને લઈ મ્યુનિસિપલ કમિશનર શ્વેતપત્ર બહાર પાડે એવી માંગણી કરાઈ હતી. મ્યુનિ.બોર્ડ બેઠકમાં શોક ઠરાવ બાદ ઝીરો અવર્સના આરંભમાં
વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે શહેરમાં વરસાદને કારણે તુટેલા રસ્તાઓને લઈ રજુઆત કરી
હતી.૪૦ દિવસમાં સાત ઝોનમાં ૨૫૨૩૮ જેટલાં વિવિધ પેચવર્કનાં કામ કરવામાં આવ્યા
હોવાનું કહી આટલી મોટી સંખ્યામાં ખાડા પુરવા પડયા એજ દર્શાવે છે કે શહેરમાં કેટલી
નબળી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવી રહયા છે.વર્ષ-૨૦૨૧માં શહેરમાં ૨૦૬૩૯  સ્થળોએ પેચવર્ક કરવા ૭.૧૨ કરોડ તથા
વર્ષ-૨૦૨૦માં ૩૦૫૦૯ સ્થળોએ રોડ ઉપર પેચવર્ક કરવા ૬.૭૦ કરોડનો ખર્ચ કરવો પડયો
હતો.આમ છતાં દર વર્ષે ચોમાસાની મોસમમાં શહેરનાં મોટાભાગના રોડ ધોવાઈ જાય છે.વર્ષ-૨૦૧૯માં આર.કે.સી.ઈન્ફ્રાસ્ટ્રકચર નામના કોન્ટ્રાકટરને
શહેરના રસ્તાઓનું ટેન્ડર અપાયુ હતુ.આ રકમમાં વધારો કરાતા હવે આ રકમ ૫૭૦ કરોડ સુધી
પહોંચી ગઈ છે.શહેરમાં રોડની કામગીરી ચાલતી હોય તે સ્થળે કોન્ટ્રાકટરના નામ સહિતની
વિગત દર્શાવતા બોર્ડ પણ મુકવામાં આવતા નથી.આ તબકકે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ
બારોટે બચાવમાં એવી દલીલ કરી હતી કે,
આ વર્ષમાં શહેરમાં બનાવવામાં આવેલ એક પણ રોડ તુટયો નથી.આ વર્ષે શહેરના
મધ્યઝોનમાં ૧૪ સ્થળોએ પશ્ચિમ ઝોનમાં ૨૬ સ્થળોએ, ઉત્તરઝોનમાં ત્રણ સ્થળે, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં દસ સ્થળે,દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં ૧૧ સ્થળે જયારે પૂર્વ ઝોનમાં ૧૪ સ્થળે મળી કુલ ૮૩ સ્થળે ભુવા પડવાની ઘટના
બની છે.અમદાવાદ મ્યુનિ.તંત્રની કથળેલી આર્થિક સ્થિતિ સંદર્ભમાં શ્વેતપત્ર બહાર
પાડવા પણ વિપક્ષ તરફથી માંગ કરાઈ હતી.આત્મનિર્ભર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટરોના ૩૫૦
કરોડનાં બિલ ચૂકવવાનાં બાકીમ્યુનિ.કમિશનરે એક કરોડથી વધુના કામ માટે નાણાંખાતાની
મંજુરી મેળવવા પરિપત્ર કર્યો છે.રીવરફ્રન્ટની ૩૫૦ કરોડની બ્રીજ લોન ઉપરાંત
પ્રાથમિક સુવિધા માટે તાજેતરમાં લેવામાં આવેલ ૩૫૦ કરોડની લોનના ભારણ ઉપરાંત
કોન્ટ્રાકટરોના ૭૦૦ કરોડનાં બિલ બાકી છે અને ૩૫૦ કરોડના બિલ ચૂકવવાના બાકી છે.રાજય
સરકારને રો-વોટર અને અન્ય ચાર્જના ૩૫૦ કરોડ ચૂકવવાના બાકી છે.મ્યુનિ.ના પ્લોટો
વેચી ૪૦૦ કરોડ મેળવવા આયોજન કરાયુ છે.૨૦૦ કરોડના ટેકસેબલ ગ્રીન બોન્ડ બહાર પાડવા
ઉપરાંત વિશ્વ બેંક પાસેથી ત્રણ હજાર કરોડ તથા જી.એસ.એફ.સી.પાસેથી લોન લેવામાં આવી
છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.