જેમ-જ્વેલરીની નિકાસ ત્રણ વર્ષમાં 15 બિલિયન ડોલર પહોંચવા સેઝનો ઉદ્દેશ - At This Time

જેમ-જ્વેલરીની નિકાસ ત્રણ વર્ષમાં 15 બિલિયન ડોલર પહોંચવા સેઝનો ઉદ્દેશ


-જીજેઇપીસીએ
મુંબઈમાં તેના પ્રથમ સેઝ જેમ એન્ડ જ્વેલરી કોન્ક્લેવનું આયોજન કર્યું હતું          સુરત   ભારતીય
હીરા ઝવેરાતની વિકાસને આગામી ત્રણ વર્ષમાં 7 બિલિયન યુએસ ડોલરથી વધારીને 15 બિલિયન યુએસ ડોલર કરવાનો સેઝનો હેતુ છે, એમ ઝોનલ
ડેવલપમેન્ટ કમિશનર શ્યામ જગન્નાથન (આઇએએસ)એ કોન્ક્લેવનું ઉદઘાટન કરતાં કહ્યું
હતું.હાલમાં
સંસદીય સમિતિના પરામર્શના તબક્કાઓમાંથી ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ સવસ હબ્સ
(ડીઇએસએચ) એક્ટ પસાર થઈ રહ્યો છે,
તે સેઝ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ હશે. આ કાયદો ડોમેસ્ટિક ટેરિફ
વિસ્તારોના મુદ્દાને પણ ધ્યાનમાં લેશે, ઉત્પાદનના સંદર્ભમાં
ખર્ચ ઇનપુટ્સ ઘટાડીને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને સુનિશ્ચિત કરશે અને રાજ્ય સરકારની
સંસ્થાઓ સાથે નજીકના જોડાણમાં વ્યવસાય કરવાની સરળતાનો લાભ ઉઠાવશે.ભારતમાં
જેમ્સ એન્ડ જ્વેલરીના વેપારની સર્વોચ્ચ સંસ્થા જીજેઇપીસીએ દેશભરમાં સેઝમાંથી
નિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ૨૩મી આગસ્ટના રોજ તેના પ્રથમ સેઝ જેમ્સ એન્ડ
જ્વેલરી કોન્ક્લેવ-વિઝન 2025નું આયોજન કર્યું હતું. ટેકનોલોજી, કૌશલ્ય, ક્ષમતા વગેરેની દ્રષ્ટિએ આપણે ઉદ્યોગ તરીકે ક્યાં ઊભા છીએ તે સમજવાની સેઝ
કોન્ક્લેવ એક ઉત્તમ તક હતી, એમ જીજેઇપીસી ચેરમેન કોલિન શાહે
જણાવ્યું હતું.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.