વકીલ પર હુમલાના વિરોધમાં વકીલોએ છેવટે કોર્ટ સંકુલથી વિશાલ રેલી કાઢી
સુરતવકીલ મેહુલ બોઘરા વિરુધ્ધની ખોટી ફરિયાદ રદ કરવા માંગણી ઃ ટીઆરબી સાજન ભરવાડને મદદ કરનાર મળતિયાઓ સામે પણ કાર્યવાહી કરોવકીલ
મેહુલ બોઘરા પર ટીઆરબી જવાનના જીવલેણ હુમલો કરવાના વિરોધમાં આજે સુરતના વકીલોએ
સુરત કોર્ટ કેમ્પસથી રેલી કાઢીને સુરત જિલ્લા કલેકટર તથા સુરત શહેર પોલીસ
કમિશ્નરને આવેદન પાઠવીને વકીલ વિરુદ્ધ ખોટી ફરિયાદ રદ કરવા તથા ટીઆરબી જવાનને
ગુનામાં મદદ કરનાર મળતીયા વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.ટી.આર.બી.જવાનના
ભ્રષ્ટાચારનો પર્દાફાશ માટે પુરાવા એકત્ર કરવા મોબાઈલમાં વીડીયો ઉતારવા દરમિયાન ગઈ તા.18-8-22ના રોજ વકીલ મેહુલ
બોઘરા પર ટી.આર.બી.જવાન સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેના
વિરોધમાં આજે સુરત જિલ્લા વકીલ મંડળ તથા સુરત સીટી એડવોકેટ એસો.ના નેજા હેઠળ
સુરતના વકીલોએ સુરત કોર્ટ સંકુલથી જિલ્લા સેવા સદન સુધી રેલી યોજાઇ હતી. અલબત્ત
અનિચ્છનિય બનાવ ન બને તે માટે અગાઉ રેલી મોકુફ રાખી માનવ સાંકળ રચવાનો નિર્ણય
લેવાયો હતો.જોકે તે નિર્ણય આજે બદલાઇ ગયો હતો. આજે
બપોરે 2.30 કલાકે સુરત કોર્ટ સંકુલ પાસેથી 1500થી વધુ વકીલોએ પદયાત્રા યોજી હતી.
વકીલ એકતા જિંદાબાદ,હમ સબ એક હૈના પ્લે કાર્ડ સાથે નારા લગાવ્યા હતા. સેવાસદનમાં ટીઆરબી
દ્વારા વકીલ પર જીવલેણ હુમલાને વખોડી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કલેકટર અને
પોલીસ કમિશ્નરને આવેદનપત્ર અપાયું હતું. તેમાં જણાવાયું હતું કે, પોલીસે પહેલા સાજન ભરવાડ સામે હળવી કલમ લગાડી હતી પણ વિડીયો વાયરલ થયા બાદ
વકીલો સરથાણા પોલીસ મથકે પહોંચતા કલમ-307 સહિત અન્ય કલમો ઉમેરાઇ હતી. સાજન ભરવાડ
વિડીયોમાં સિવિલ ડ્રેસમાં દેખાય છે અને પોલીસ મથકે જઇ જાતે ડ્રેસ ફાડીને ખોટી ફરિયાદ
વકીલ વિરુધ્ધ કરી છે. જેથી ગુનામાં સાથ આપનાર
અન્ય આરોપી પોલીસ કર્મચારી ઓની ધરપકડ તથા ચાર્જશીટ
રજુ કરી ઝડપી ન્યાય માટે માંગણી કરાઇ છે. તદુપરાંત
વકીલ મેહુલ બોઘરાએ પોલીસની ફરજમાં રૃકાવટ કે હુમલો કર્યાનું વીડીયોમાં સ્પષ્ટ દેખાતું
નથી. તેમ છતાં વકીલ વિરુધ્ધ એટ્રોસીટી સહિત અન્ય ગુનાની કલમ હેઠળ કાઉન્ટર બ્લાસ્ટ કરેલી
ફરિયાદને રદ કરવા માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.