લોનના બાકી હપ્તા પેટે આપેલા ચેક રીટર્ન થતા એક વર્ષની કેદ - At This Time

લોનના બાકી હપ્તા પેટે આપેલા ચેક રીટર્ન થતા એક વર્ષની કેદ


સુરતગોદાવરી ક્રેડીટ સોસાયટી પાસેથી રૃા.2 લાખની પર્નલ લોન લીધી હતી, રૃા.80 હજારના ચેક રીટર્ન થયા હતાક્રેડીટ
સોસાયટીની લોનના હપ્તા પેટેના રૃા.80 હજારના ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે
એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.જે.રાણાએ એક વર્ષની કેદ,60 દિવસમાં લેણી
રકમનું વળતર ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.ગોદાવરી
અર્બન મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી પાસેથી માર્ચ-2019ના રોજ આરોપી
સોલંકી વિનોદ બાબુભાઈ (રે.ત્રિમૂર્તિ સોસાયટી,ઉતરાણ ચોર્યાસી) રૃ.2 લાખની પર્સનલ લોન
લીધી હતી.જે લોનના વ્યાજ સહિત બાકી હપ્તા પેટે રૃ.80,608ની
રકમના આરોપીએ આપેલા ચેક રીટર્ન થતાં ક્રેડીટ સોસાયટીના ફરિયાદી મેનેજર મનોજ
કપર્તિવાર (રે.રાજગ્રીન હાઈટ્સ,જહાંગીરપુરા)એ કોર્ટ ફરિયાદ
નોંધાવી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના
લેણાં પેટે હોવાનું પુરવાર કર્યું હતુ. કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા-દંડનો હુકમ
કર્યો હતો. અને કોર્ટમાં ગેરહાજર રહેલા આરોપી વિરુદ્ધ બિનજામીનલાયક વોરંટ ઈસ્યુ
કરી સજાનો અમલ કરાવવા નિર્દેશ આપ્યો છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.