વી.એસ.હોસ્પિટલ બંધ કરી ગરીબોની હાય લીધી, એસ.વી.પી.હોસ્પિટલનાં કારણે વર્ષે ૨૦૦ કરોડનો બોજ
અમદાવાદ,બુધવાર,24 ઓગસ્ટ,2022મ્યુનિ.બોર્ડ બેઠકમાં મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલનો
મુદ્દો ચમકયો હતો.મ્યુનિ.હસ્તકની મેડીકલ કોલેજની સીટોનું વેપારીકરણ કરી
એસ.વી.પી.હોસ્પિટલ બનાવાઈ હવે વર્ષે ૨૦૦ કરોડનો મ્યુનિ.તિજોરી ઉપર બોજો પડે છે
ઉપરાંત વી.એસ.હોસ્પિટલ બંધ કરી ગરીબોની હાય લીધી હોવાનો આક્ષેપ કરાતા હોબાળો મચી
ગયો હતો.વિપક્ષ કોંગ્રેસ નેતાએ ૭૫૦ કરોડનો ખર્ચ કરી ૧૫૦૦ બેડની
સુવિધા ધરાવતી એસ.વી.પી.હોસ્પિટલ શરુ કરવામાં આવ્યા બાદ હાલ કેટલા દર્દીઓ
હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે એવો પ્રશ્ન કરતા
બેઠકમાં હોબાળો મચી ગયો હતો.દર મહિને હોસ્પિટલ દર મહિને ૧૭ કરોડનું નુકસાન
કરી રહી છે.ત્રણ વર્ષમાં મ્યુનિ.તિજોરી ઉપર ૬૦૦ કરોડનો આર્થિક બોજો પડયો
છે.સત્તાધારીપક્ષે એસ.વી.પી.હોસ્પિટલના નામે વાહવાહી લૂંટવા સિવાય બીજુ કાંઈ કર્યુ
ના હોવાનો આક્ષેપ કરાતા ભાજપના સભ્યો ઉભા થઈ ગયા હતા.હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ
પટેલે એસ.વી.પી.હોસ્પિટલમાં હાલમાં ૨૦૦ દર્દી સારવાર લઈ રહયા હોવાનો જવાબ આપ્યો
હતો.
મ્યુનિ.તંત્રે ત્રણ વર્ષમાં શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિની
સુવિધા માટે સો કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં એક પણ સ્થળે ઓલિમ્પિક રમત યોજી શકાય
એવી સુવિધા નથી તેમજ શહેરમાં બનાવવામાં આવેલ ૪૦ ટેનિસકોર્ટ ઘૂળ ખાઈ રહયા હોવા
મુદ્દે પણ વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરો વચ્ચે સામસામા આક્ષેપ થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.