શિક્ષિત અને ગુણવાન બનવું હોય તો ક્ષણક્ષણનો ઉપયોગ કરવા શીખવું જોઇએ
- નિરાશાને
નિરાશ કરે તેનું નામ યુવાન : ડો.કુબેર ડીંડોરેઃ યુવાધન
સ્ટાર્ટઅપ, ઇનોવેશ ક્ષેત્રે પદાર્પણ કરે તે જરુરી : જીતુ વાઘાણી27311 વિદ્યાર્થીઓને 12 ફેકલ્ટીમાં 97 ડિગ્રી સર્ટિફિકેટ એનાયત સુરતવીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૩માં ખાસ પદવીદાન સમારંભમાં આજે ૨૭૩૦૩
વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રીએ
જણાવ્યું હતું કે,
શિક્ષિત ગુણવાન બનવુ હોય તો ક્ષણ ક્ષણનો ઉપયોગ કરતા શીખવુ જોઇએ. શિક્ષણ
મંત્રી ડૉ. કુબેર ડીંડોરે વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે, શિક્ષણ સંસ્કાર આપે
છે. અને સંસ્કાર માનવીય સ્વભાવ ઘડે છે. જે સ્વભાવ વિદ્યાર્થીઓના વર્તમાનને વધારે
સુંદર બનાવે છે. ગુજરાતમાં શિક્ષણનો પાયો અને સંસ્કારની ધરોહર મજબુત છે. દુનિયાના
મહત્તમ દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ તેની સાબિતી છે. નિરાશાને નિરાશ કરે તેનુ નામ
યુવાન છે. જો ઘનવાન બનવુ હોય તો કણકણનો ઉપયોગ કરવો પડે અને જો શિક્ષિત-ગુણવાન બનવુ હોય તો ક્ષણ ક્ષણનો ઉપયોગ
કરતા શીખવુ જોઇએ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વીડીયો મેસેજ દ્વારા જણાવ્યું હતું
કે, યુવાધન સફળતાના માર્ગે આગળ વધવા સ્ટાર્ટ અપ, ઇનોવેશન, સંશોધન જેવા ક્ષેત્રોમાં પદાર્પણ કરે તે
જરૃરી છે.કન્વેન્શન
હોલમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ૧૨ વિદ્યાશાખાની ૯૭ જેટલી ડિગ્રીના ૨૭૩૧૧
વિદ્યાર્થીઓ તેમજ ૩૬ એમ.ફિલના અને ૧૦ પી.એચડી મળીને કુલ ૨૭૩૫૭ વિદ્યાર્થીઓને
ડિગ્રી એનાયત થઇ હતી.નર્મદ
યુનિ.માં કેટલાક કોર્સ એવા છે જેમાં એલીજીબીલીટી ફ્કત માણસ
કુલપતિ
ડૉ.કે.એન.ચાવડાએ પ્રેસીડેન્શીયલ એડ્રેસમાં કહ્યુ હતુ કે રાજયની આ પ્રથમ એવી
યુનિવર્સિટી છે જે સ્પેશિયલ સેનેટ બોલાવીને
નવી એજયુકેશન પોલીસી સંવિધાન રીતે પાસ કરી છે. આ યુનિવર્સિટીમાં ૧૨૦
સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યા છે. જેમાં કેટલાક કોર્સ એવા છે કે જેમાં એલીજીબીટી
ફકત માણસ જ છે. ભલે તે માણસ ઝીરો પાસ હોય તો પણ કોર્સ કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.