સંસ્કૃત વિષય પર પીએચ.ડી કર્યું, પાંચ વર્ષમાં 700 થી વધુ સંસ્કૃત પુસ્તકો વાંચ્યા
- નવસારીના ખેરગામની સરકારી કૉલેજના
પ્રોફેસરની સિધ્ધિ- સંસ્કૃત
ભાષા એ કોઇ ધર્મ, સંપ્રદાય કે વર્ગ વિશેષની ભાષા નથી, સદીઓથી સૌની ભાષા
છે : પ્રો.યોગેશ ટંડેલ સુરતવલસાડ
જિલ્લાના કકવાડી ગામના યોગેશ ટંડેલે સંસ્કૃત વિષય પર પીએચ.ડી કર્યું છે. આજે તેમને ડિગ્રી
સર્ટિફિકેટ એનાયત થતા સ્વપ્ન સાકાર થયું હતું. કંટાળાજનક લાગતા વિષયને રસપ્રદ
બનાવી અભ્યાસ પુર્ણ કર્યો હતો.
પ્રા.યોગેશ
ટંડેલ નવસારી જિલ્લાની ખેરગામ સરકારી કોલેજમાં આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃતના પ્રોફેસર
છે. તેમણે કહ્યું કે, સંસ્કૃત ભાષા એ કોઇ ધર્મ, સંપ્રદાય કે વર્ગ વિશેષની
ભાષા નથી. સદીઓથી આ ભાષા સૌની છે. નાનપણથી મને સંસ્કૃત પ્રત્યે રૃચિ હતી. અને
આધ્યાત્મીક સાથે જોડાયેલો હોવાથી બોરીંગ લગતા આ વિષયને રસપ્રદ બનાવીને અભ્યાસ પૂર્ણ
કર્યો છે. સંસ્કૃતમાં પીએચ.ડી કરવા માટે પાંચ વર્ષમાં સંસ્કૃત ભાષાના ૭૦૦ થી વધુ
પુસ્તકોનું વાંચન કરી સંસ્કૃત વિષય પર પ્રભુત્વ મેળવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.