ધજાળા લોમેવધામમા ભાદરવી બીજની ભવ્ય ઉજવણી અને “ઠાકર અમૃતબિંદુ” પુસ્તકનું વિમોચન થશે..
*|| ઠાકર પ્રસાદમ ||*
*|| ઠાકર અમૃતબિંદુ ||*
"આભના થાંભલા રોજ ઊભા રહે
વાયુનો વીંઝણો રોજ હાલે,
ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મ્હાલે,
ભાગતી ભાગતી, પડી જતી પડી જતી,રાત નવ સૂર્યને હાથ આવે,
કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊઘવું કેમ ફાવે ?"
ભગવાન સૂર્યનારાયણ કોર કાઢે ને એની દિવ્ય આભાના અજવાળા સાથે જ્યાં સતત પ્રજ્ઞાનો પ્રકાશ,સદાચાર અને શ્રધ્ધાની અવરજવર અને ઘર્મની ધજાનો પહેરો છે એવા લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર,પંચાળનુ પ્રગટ પિરાણુ , રોકડિયો ઠાકર એવાં લોમેવધામ ધજાળાના શિક્ષિત અને દિક્ષિત મહંત મહારાજ પૂજ્ય ભરતબાપુના આશીર્વાદ રુપી એક *"અમૃતબિંદુ"* લોમેવધામ ગૃપના માધ્યમથી મુકાય અને સમગ્ર કાઠી દરબાર સમાજ સાથે અઢારેય વર્ણના લોકોમાં શ્રદ્ધા,સમજણ, સંસ્કૃતિ, સંસ્કાર, ભકિત અને સદવિચારનો દીવડો પ્રગટાવી જાય છે.....
સવાર પડતાં હજારો ઠાકરના શ્રધ્ધાળુઓ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે પૂજ્ય ભરતબાપુના આશીર્વાદનુ વિચાર અમૃત પામીએ...અને એજ ક્ષણે પૂજ્ય બાપુના વાંચન,મનન,અને અનુભવની એરણે પ્રગટેલુ અમી ઝરણું રેલાય અને નાના બાળકો,યુવાનો,બહેનો,માતાઓ,વડિલોના મોબાઈલમાં ઝળહળવા લાગે...હજારો વોટ્સએપ સ્ટેટ્સમાં, ઈન્સ્ટાગ્રામ,ફેશબુક, ટ્વીટર,ટેલીગ્રામ,અનેક વેબસાઇટ,બ્લોગોમા બાપુનો એક વિચાર વ્યાપક બની સૌના હૃદયમાં ઠાકરના વિચારોનો પ્રસાદ વહેંચી જાય છે.
છેલ્લા પાંચ/છ વર્ષથી આ સદવિચારો,સૂવિચાર પ્રસાદ પામી હજારો લાખો લોકો ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં છે...ત્યારે મારી સાથે ઠાકરના અનેક સેવકો અને શ્રધ્ધાળુઓની પૂજ્ય ભરતબાપુને આદર સાથે વિનંતી હતી કે "ઠાકર અમને આપના રોજ મુકાતાં વિચારપૂષ્પો એક પુસ્તક સ્વરુપે ગુંથીને મળે તો અમે ધન્યતાની લાગણી અનુભવીશું ...."
આજ મને કહેતાં ખૂબ ગૌરવ થાય કે આપણાં સૌની લાગણી અને પ્રેમળ માંગણીને માન આપી ધજાળાના ઠાકર પૂજ્ય શ્રી ભરતબાપુના વિચારો, વાંચન,અને સાંસ્કૃતિક વિચારધારાનું શ્રધ્ધા, ભકિત અને સમજણના મંથન દ્વારા પ્રગટેલ અમી ઝરણું *" ઠાકર અમૃતબિંદુ"* ગ્રંથ રુપે પ્રકાશિત થઈ રહ્યું છે.....ધજાળાના ઠાકરની જય.....!!!!!
પૂજય શ્રી ભરતબાપુ દ્વારા મુકાતા જ્ઞાન ઝરણાં સમા અમૃતબિંદુઓ એક માળાના મણકામાં ગૂંથાઈને *220 ++પેજનુ ઠાકરના વિચારોના અમૃત સાથે અદભૂત પ્રસાદીના ફોટોગ્રાફ સાથે કલરફુલ નયનરમ્ય અને પ્રસાદ સમું પુસ્તક ભાદરવી બીજ ( તા- 29/08/'22 ને સોમવાર)ના અતિ પાવન દિવસે અનેક પરમ આદરણિય સંતો, મહંતો,* *મહાનુભાવો અને હજારો ઠાકરના સેવકોના સાનિધ્યમાં વિમોચિત થશે*....*જય હો !!! "
સૌની આતુરતા અને માંગણી ધ્યાને રાખી સૌને આ ભવ્ય દિવ્ય ગ્રંથસમુ " ઠાકર અમૃતબિંદુ" પુસ્તક મળી રહે એ માટે વ્યવસ્થાના ભાગરૂપે એડવાન્સ બુકિંગ રાખવામાં આવ્યું છે...કોઈ નફા વગર મૂળ કિંમતે ઠાકરના સેવકો,વાચકો,વિચારકો અને સંસ્કૃતિના વાહકો,મૂલ્ય સંસ્કારને પ્રાથમિકતા આપતાં સૌ સુજ્ઞ વાચકો સુધી આ પ્રસાદમ પહોંચે એવા શુભ આશય સાથે આ ઓનલાઈન બુકિંગ સુવિધા પણ સાથે જોડવામાં આવી છે...તો ઠાકરના સેવક તરિકે મારી સૌને ભાવપૂર્ણ વિનંતી છે કે આપણાં ઘરમાં, મંદિરમાં, પુસ્તકાલયમાં,પાવનતા ફેલાવે એવાં આ પ્રસાદ પુસ્તક "ઠાકર અમૃતબિંદુ"નું વધું ને વધું એડવાન્સ બુકિંગ કરી ઠાકર પ્રત્યેની આપણી શ્રદ્ધા અજવાળિએ......ફરી ફરી આ દિવ્ય પ્રસાદસમા ગ્રંથને પ્રકાશિત કરવા માટે પરમ આદરણિય પ્રાતઃ સ્મરણિય પૂજ્ય ભરતબાપુના પાવન ચરણોમાં કોટી કોટી વંદન.........
ભાવ સ્પંદન- શ્રી પ્રવીણભાઈ એલ.ખાચર
લેખક, કવિ, કોલમિષ્ટ,એન્કર,ઈનોવેટિવ શિક્ષક શ્રી ચાચરીયા પ્રાથમિક શાળા
|| લોમેવ સમર્થ સહાયતે ||
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.