*શ્રાવણ માસમાં સાંઢીડા મહાદેવ મંદિર ખાતે વીર હમીરજી ગોહિલનો અદભુત શૃંગાર રજૂ કરવામાં આવ્યો
સાંઢીડા મહાદેવ ભાવનગર જિલ્લામાં આવેલું શિહોર તાલુકાના સણોસરા થી ૩ કિલોમીટર આવેલ મંદિર જે ભગવાન શ્રીકૃષ્ણના વરદ હસ્તે પ્રગટ થયેલ શિવલિંગ છે અને જૂનું મંદિર હોવાથી લોકોનુ આકર્ષણનુ કેન્દ્ર પણ છે.દર શ્રાવણ માસમાં મેળો ભરાય છે તેમજ ભગવાન મહાદેવનો શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ અલગ અલગ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં સદાશિવ ,હનુમાન ,અઘોર, તત્પુરૂષ જેવા અનેક શૃંગાર કરી ભગવાન શિવના સ્વરૂપો રજૂ કર્યા હતા.જેમાંથી એક શૃંગાર
લાઠી નરેશ વીર હમીરજી ગોહિલ જે સોમનાથની સખાતે ગયેલ અને મંદિર બચાવેલ હતું. પોતાનું બલિદાન આપી કમળ પૂજા કરી હતી આજે તેમનો શૃંગાર કરેલ તે શૃંગાર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું. જે વીર હમીરજી ગોહિલ કમળ પૂજા કરેલ તે પ્રતિક સ્વરૂપે રજૂ કરી વીર રસ દર્શાવેલ હતો. તેવું દ્રશ્ય સાંઢીડા મહાદેવ ખાતે જોવા મળેલ હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.