રખડતા ઢોરની સમસ્યા દૂર થશે, હવેથી પશુઓને સરકારી ઢોરવાડામાં મુકી શકાશે - At This Time

રખડતા ઢોરની સમસ્યા દૂર થશે, હવેથી પશુઓને સરકારી ઢોરવાડામાં મુકી શકાશે


અમદાવાદ, તા.24 ઓગસ્ટ 2022,બુધવાર અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસેને વકરતી જાય છે જેને લઇને આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, હવેથી પશુઓને ઢોરવાડામાં મુકી શકાશે. આમ રાજ્યના લોકોને રખડતા ઢોરથી રાહત મળશે.ઢોરને મનપાના ઢોરવાડમાં મુકી શકાશેઢોરવાડામાં પશુઓને પુરતી સગવડ અપાશેટ્રાન્પોર્ટેશનનો ખર્ચ જે તે કોર્પોરેશન ઉપાડશે10 કરોડ જેટલી બજેટમાં જોગવાઈ કરવામાં આવી8 મનપા અને 56 નપા માટે લેવાનો નિર્ણય જગ્યા ઓછી હશે ત્યાં હંગામી ધોરણે ઢોરવાડ બનાવાશેતાત્કાલિક સંકલન કરીને કામગીરી કરવા આદેશલોકો રખડતા ઢોરના કારણે ત્રાસી ગયા છે. પરંતૂ રાજ્યની જનતાને હવે રખડતા ઢોરોમાંતી મુક્તિ મળશે. હવેથી પશુપાલકો રસ્તા પર ઢોરોને મૂકવાના બદલે ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. સમગ્ર ખર્ચ જેતે ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે.પશુઓને શેડ ભોજન સહિતની સુવિધાઓ અપાશે. 8 મહાનગર પાલિકા અને 56 નગર પાલિકામાં પશુપાલકો ઢોરોને ઢોરવાડામાં મૂકી શકશે. ટ્રાન્પોર્ટેશનનો જે ખર્ચ થશે તે જે તે કોર્પોરેશન ચુકવશે. ઢોરવાડામાં પશુઓને પુરતી સગવડ અપાશે.સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, "8 મહાનગર પાલિકા અને 56 નગર પાલિકામાં પશુઓ રોડ પર રખડતા જોવા મળે છે. મફતમાં તમામ મનપા અને નગરપાલિકામાં પશુઓ ઢોરવાડામાં મૂકવામાં આવશે. પશુઓ મુકવામાં માટે પશુપાલકને ભાડું પણ સરકાર આપશે અને તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. ઢોરવાડામાં જગ્યા ઓછી પડે તો તાત્કાલિક હંગામી ધોરણે અન્ય જગ્યા લેવામાં આવશે"આ પણ વાંચો: અમદાવાદમાં 3 દિવસ સતત 24 કલાક ઢોર પકડવાનું કામ કરો: HCનો AMCને આદેશમહત્વનું છે કે, થોડા સમય પહેલાં કડી ખાતે આયોજિત તિરંગા યાત્રા દરમિયાન નીતિન પટેલને પણ ગાયે અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ પણ વાંચો: રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કેમ હજુ સુધી આવ્યું નથી ?: ગુજરાત હાઇકોર્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.