દામનગર શહેરમાં રખડતા આખલા બાબતે જવાબદારી કોની..સત્તાધિશોની કે કલેક્ટરની..કે મુખ્યમંત્રીની..!!??
દામનગર શહેરમાં રખડતા આખલા બાબતે જવાબદારી કોની..સત્તાધિશોની કે કલેક્ટરની..કે મુખ્યમંત્રીની..!!?? ગુજરાતમાં રોજ બે - પાંચ બનાવો બની રહ્યા છે..રખડતા - ભટકતા આખલા થી રેઢિયાળ ઢોરને કારણે વાહન ચાલક સાથે અથવા રાહદારી ને અડફેટે લેવાથી ગંભીર ઈજા થાય છે અથવા તો મોતને ભેટ છે ના બનાવો બની રહ્યાં છે ને વિકાસના ગુણગાન ગાતી રાજ્યની ભાજપ સરકાર ગંભીર નથી.. રેઢિયાળ ઢોરને કારણે હવે તો ઘરની બહાર નીકળવા માટે વિચારવું પડે છે.સરકાર અને સત્તાધીશો મુક પ્રેક્ષક બનીને આવા ગંભીર બનાવો ને જોઈને ગામ ગંભીર નથી બનતી.નિર્દોષ લોકોના જીવ જાય છે..દરેક ગામ અને શહેરોના વિસ્તારમાં આવા મુક પશુઓ માટે આશ્રય સ્થાન બનાવીને લોકોની સુરક્ષા માટે નક્કર કામગીરી કરવા માટે જડપી કાર્યવાહી કરવાની માંગ દામનગર શહેર પત્રકાર સંઘ કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.