શામળાજી સિવિલ હોસ્પિટલ જવાનો કોઝવે તૂટી ગયો 50 ગામોનો સંપર્ક તૂટ્યો. - At This Time

શામળાજી સિવિલ હોસ્પિટલ જવાનો કોઝવે તૂટી ગયો 50 ગામોનો સંપર્ક તૂટ્યો.


અરવલ્લી જિલ્લામાં આગાહી પ્રમાણે સતત બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદી નાળા છલકાયા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રખ્યાત શામળાજી વિષ્ણુ મંદિર પાસે આવેલ મેશ્વો સરોવરમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે શામળાજીમાં આવેલ સિવિલ હોસ્પિટલ તરફ જવા માટેનો રસ્તા ઉપર આવેલ એકમાત્ર કૉજવે ઉપરથી પાણી વહી જતું હતું. સતત પાણી વહેવાના કારણે નદી પર બનેલ કોજવે એક સાઈડથી બેસી ગયો છે. કોજ્વે તૂટી જવાના કારણે વાહન વ્યવહાર અટકી પડ્યો છે. આ કોજવે તુટી પડતા 50 ગામો નો વાહન વ્યવહાર ખોરવાયો.સાથે સાથે બીમાર વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ જવા માટેનો આ એકમાત્ર કોજવે તૂટી પડતા ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.