વડનગર તાલુકા નુ કમાલપુર (વડ)ગામ માં વરસાદ નુ પાણી ભરતાં પ્રજાજનો આક્રોશ - At This Time

વડનગર તાલુકા નુ કમાલપુર (વડ)ગામ માં વરસાદ નુ પાણી ભરતાં પ્રજાજનો આક્રોશ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા વડનગર તાલુકા નુ ૪ કિ.મી દૂર આવેલુ કમાલપુર (વડ) માં ગામ ના પ્રવેશદ્વાર આગળજેમ નદી વહેતી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું અને ગ્રામજનો ના ઘરમાં રોડ પર અને ઘર માં પાણી પાણી જોવા મળ્યું હતું અને પ્રજાજનો નો આક્રોશ ખૂબ હતો કે વહીવટી તંત્ર ને ૬ મહિના પહેલા કહ્યું હતુ કે ભારે વરસાદ ને કારણે ગામમાં પાણી ભરાઇ જાય તે પહેલાં જ આ નો નિકાલ કર્યો હતો તો આજે આખુ ગામ પાણી માં ગરકાવ ના હોત તેનુ જ્યાં વહેણ હોય ત્યાં વહેણ ની વ્યવસ્થા કરવી જોઇએ કમાલપુર (વડ) ગ્રામપંચાયત નાસભ્ય સવિતાબેન નો આક્રોશ ખૂબ જ હતો કે જયારે થી આ સરકારે વહીવટ દાર નિમિયા છે ત્યારે થી કોઈપણ કામ બાબતે કામ થતું નથી એવુ ગ્રામપંચાયત નાસભ્ય નુ કહેવું પડ્યું હતું અને આમ તો જુની વાત છે જ્યારે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે વડનગર ગામ નીસીસ્ટમ એવી છે કે દરેક તળાવ ભરતા ભરતા વસીદી તળાવ ભર્યોછે અને તેનો ઓવરફ્લો થાય ત્યારે કમાલપુર (વડ) અને મલેકપુર (વડ)જાય છે પરંતુ આ સીસ્ટમ ને તંત્ર એ ખોરવાઈ નાખ્યું છે તેથી જવાબદાર તંત્ર ના માથે જાય છે "આગ લાગે ત્યારે કૂવો ખોદ બેસવું પડયું છે "અને વડનગર તાલુકા પંચાયત પ્રમુખ, અને વડનગર તાલુકા ના ટીડી ઓ, વડનગર મામલતદાર ને જાણ થતાં આ કમાલપુર (વડ) માં પાણી નો નિકાલ કરવા માટે ઘટનાસ્થળે દોડીઆવ્યા હતા અને કમાલપુર વડ ને પાણી ના બેટ ફેરવા જતાં સમસ્યા નો નિકાલ કરવા ની કામગીરી ચાલુ કરી હતી અને આ વહીવટી તંત્ર હર હંમેશા આ ગામમાં પાણી ના ભરાય તે માટે ની કાયમી વ્યવસ્થા કરી આપે તેવું ગ્રામ જનો નુ કહેવું છે જો આવો ભારે વરસાદ ને કારણે ગામમાં જ પાણી ભરાઈ જતુ હશે તો ગામ હિત માટે કેટલા કામો બાકી હશે અને આ ગામ ના બાળકો ને શાળા જતાં હોય ત્યારે ભારે વરસાદ પડે ત્યારે સ્કુલ માં કેવી રીતે જવુ તે પ્રશ્ન ઊભો થયો છે આ કમાલપુર (વડ) ગામ ને વરસાદી પાણી નો કાયમી નિકાલ થાય તે વી પ્રજાજનો ને કહેવું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.