રાજકોટના માંડવી ચોક દેરાસરમાં 250 વર્ષ જૂના કરોડો રૂપિયાના રિયલ ડાયમંડની આંગી, દર્શન માટે લોકો ઉમટ્યા - At This Time

રાજકોટના માંડવી ચોક દેરાસરમાં 250 વર્ષ જૂના કરોડો રૂપિયાના રિયલ ડાયમંડની આંગી, દર્શન માટે લોકો ઉમટ્યા


જૈન ધર્મનો પવિત્ર એવો પર્યુષણ પર્વ આજથી શરૂ થયો છે, ત્યારે દેશભરના તમામ જિનાલયોમાં પર્યુષણના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિતે જિનાલયોમાં ભગવાનને રોજ અલગ અલગ આંગીના દર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના માંડવી ચોક ખાતે આવેલ 196 વર્ષ જૂનું જિનાલય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ દેરાસરમાં ભગવાનને રિયલ ડાયમંડના અને સોના-ચાંદીના શૃંગાર કરવામાં આવ્યો છે. જે આંગીના દર્શન કરી લોકો પણ ધન્યતા અનુભવી રહ્યા છે. આજે કરોડોની કિંમતના 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની આંગી કરવામા આવી છે. જેના દર્શન માટે લોકો દેરાસર ઉમટ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.