સાત વર્ષની બાળાને અડપલાં કરનાર પરિણીત આરોપીને પાંચ વર્ષની સખ્તકેદ
સુરતપાંચ વર્ષ પહેલા ભાઠેના વિસ્તારમાં યુવાન તુમ્હે દસ રૃપિયા દુંગા કરી બાળાને પોતાના રૃમમાં લઇ ગયો હતો ભાઠેના
વિસ્તારમાં સાત વર્ષની બાળકીને રૃમમાં લઈ જઈ શારીરિક અડપલાં કરનાર પરિણીત યુવાનને
આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ભરતકુમાર પી.પુજારાએ બંને
ગુનામાં ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ,20 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.ખટોદરા
પોલીસ મથકની હદમાં રહેતી સાત વર્ષની બાળકીને ગઈ તા.26-11-2017ના રોજ મૂળ
મધ્યપ્રદેશ ભીંડના વતની 26 વર્ષીય આરોપી
કમલસિંગ ભોલાસીંગ બઘેલ (રે. ઈ.ડબલ્યુ. એસ.આવાસ, ભેસ્તાન)એ આઓ મેં તુમ્હે દસ રૃપિયા દુંગા
કહીને પોતાના રૃમમાં લઈ ગયો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. કોઇકે દરવાજો
ખકખડાવતા બાળાને ડ્રમ પાછળ છુપાવવા લાગ્યો હતો પણ દરવાજો ખૂલતા બાળા ભાગી ગઇ હતી. બાળાના
પિતાની ફરિયાદને આધારે ખટોદરા પોલીસે ઈપીકો-354તથા પોક્સો એક્ટની કલમ-7,8નો ભંગ અંગે ગુનો
નોંધી આરોપીની ધરપકડ કરી હતી.આ કેસની
અંતિમ સુનાવણીમાં એપીપી દિપેશ દવેએ કુલ 16 મૌખિક સાક્ષીઓ તથા 15 દસ્તાવેજી પુરાવા
રજુ કર્યા હતા. આરોપી પરણીત કુટુંબ કબીલાવાળો હોવા છતાં સગીર બાળા સાથે અડપલાં
કરવાનું દુષ્કૃત્ય કર્યું છે. કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા, દંડનો હુકમ કર્યો હતો. આરોપી
દંડ ભરે તો ભોગ બનનારને વળતર પેટે ચુકવવા
કોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું
આરોપીએ અબુધ બાળકી સાથે અઘટિત કૃત્ય કર્યું હોઈ આરોપીને ઓછી સજા કરવી એ
સમાજ પ્રત્યે બેદરકારી દાખવવા સમાન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.