વકીલ પર હુમલાના વિરોધમાં વકીલો રેલી નહીં કાઢે, માનવ સાંકળ રચી વિરોધ કરશે - At This Time

વકીલ પર હુમલાના વિરોધમાં વકીલો રેલી નહીં કાઢે, માનવ સાંકળ રચી વિરોધ કરશે


 સુરતમેહુલ બોઘરા વિરુધ્ધ નોંધાયેલી એટ્રોસીટીની ફરિયાદનો વિરોધ ઃ બંને વકીલ મંડળના હોદ્દેદારો જ કલેકટર-પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવા જશેવકીલ
મેહુલ બોઘરા પર ટીઆરબી જવાનના જીવલેણ હુમલો તથા સરથાણા પોલીસમાં નોંધાયેલી
એટ્રોસીટીની ફરિયાદના વિરોધમાં ગઈકાલે સુરત કોર્ટથી કલેકટર તથા પોલીસ કમિશ્નર
કચેરી સુધી કરવામાં આવેલી વકીલોની રેલીનું આયોજન કામચલાઉ મોકુફ રાખવામાં આવ્યું
છે.જેના બદલે વકીલોએ કોર્ટ કેમ્પસ બહાર બંને સાઈડ રોડ પર  માનવ સાંકળ રચીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય
કર્યો છે.ટી.આર.બી.જવાન
દ્વારા વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા જીવલેણ હુમલા તથા સરથાણા પોલીસમાં
નોંધાવેલી એટ્રોસીટી એક્ટના ભંગની ફરિયાદના વિરોધમાં આવતીકાલે  તા.24મી ઓગષ્ટના રોજ બપોરે 2.30 કલાકે સુરત
જિલ્લા વકીલ મંડળ તથા સુરત સીટી એડવોકેટ એસો.દ્વારા વકીલોની રેલીનું આયોજન કરવામાં
આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં વકીલોને હાજર રહેવા તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ
ન થાય તેની તકેદારી રાખવાનો બાર એસો.ના પ્રમુખ રમેશભાઈ કોરાટ તથા ઉપપ્રમુખ સંકેત
દેસાઈએ અનુરોધ કર્યો હતો.જો કે
આજે મોડી સાંજે બંને વકીલ મંડળના હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ બાદ આવતી કાલે
બુધવારે યોજાનાર વકીલોની રેલીનું આયોજન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી અગમચેતી
રૃપે મોકુફ રાખવામાં આવ્યું છે.બાર એસો.ના મંત્રી ચૈતન્ય પરમહંસના જણાવ્યા મુજબ
વકીલોની રેલીને બદલે હવે હવે કોર્ટ કેમ્પસની બંને સાઈડના રોડ પર વકીલો દ્વારા
માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શિત કરશે.બંને વકીલ મંડળના હોદ્દેદારો જ માત્ર સુરત
જિલ્લા કલેકટર આયુષ ઓક તથા સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરને આવેદન પાઠવીને
વકીલોની લાગણી અને માંગણીના મુદ્દે મૌખિક રજુઆત કરશે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.