ઉત્તરઝોન એસ્ટેટ વિભાગની કાર્યવાહી , સરસપુરમાં રીડેવલપમેન્ટ સ્કીમનાં નડતરરુપ ૧૭ કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યાં
અમદાવાદ,મંગળવાર, 23 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે
સરસપુરમાં રીડેવલપમેન્ટ સ્કીમનાં નડતરરુપ
૧૭ જેટલાં કોમર્શિયલ બાંધકામ તોડી પાડયાં છે.સૈજપુર બોઘામાં પણ એક ધાર્મિક
પ્રકારનાં તથા પાંચ કોમર્શિયલ શેડ સહિતનાં બાંધકામ દુર કરવામાં આવ્યાં છે.
ઈલેકશન વોર્ડ સરસપુર-રખિયાલમાં ટી.પી.સ્કીમ.નંબર-૧૧
બાપુનગરનાં ફાયનલ પ્લોટ નંબર-૧૭૦માં આવેલ
સોનારીયા બ્લોક, મ્યુનિસિપલ
સ્લમ કવાટર્સના રીડેવલપમેન્ટ અંગે રાજય સરકારે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસીંગ
પોલીસી-૨૦૧૬ અંતર્ગત મંજુરી આપેલી છે.રીડેવલપમેન્ટની કામગીરીમાં નડતરરુપ ૧૭
કોમર્શિયલ બાંધકામ મંગળવારે તોડી પાડવામાં આવ્યા છે.ઈલેકશન વોર્ડ સૈજપુર બોઘામાં
ટી.પી.સ્કીમ.નંબર-૩૫-૨નાં ફાયનલ પ્લોટ ૫૮માં સોશિયલ ઈકોનોમિકલ વીકર સેકશનના લોકો
માટે આવાસ બનાવવાનું આયોજન કરાયુ છે.આ પ્લોટમાં ૧૫૦૦ ચોરસમીટરનું પઝેશન મેળવવા નોટિસ
આપવાની કાર્યવાહી કર્યા બાદ એક ધાર્મિક પ્રકારના શેડ ઉપરાંત પાંચ કોમર્શિયલ શેડનાં
બાંધકામ દુર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.