ગાજયા મેહ વરસ્યા નહીં ,અમદાવાદમાં ધાબડીયા વાતાવરણ છતાં દિવસભર હળવા વરસાદી ઝાપટાં - At This Time

ગાજયા મેહ વરસ્યા નહીં ,અમદાવાદમાં ધાબડીયા વાતાવરણ છતાં દિવસભર હળવા વરસાદી ઝાપટાં


        અમદાવાદ,મંગળવાર,23 ઓગસ્ટ,2022ભારે વરસાદની આગાહીની વચ્ચે મંગળવારે અમદાવાદમાં સવારથી લઈ
સાંજ સુધી આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલુ હોવા છતાં દિવસભર હળવા વરસાદી ઝાપટાં
વરસ્યા હતા.શહેરમાં  સાંજે સાત કલાક
સુધીમાં સરેરાશ ૪.૫૦ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૨.૫૩ ઈંચ થવા
પામ્યો છે.વાસણા બેરેજના બે ગેટ અનુક્રમે બે ફૂટ અને ત્રણ ફૂટ જેટલાં ખોલવામાં આવ્યાં
છે.હળવા વરસાદી ઝાપટા વરસતા રહેવાની સંભાવના વ્યકત કરાઈ છે.દસ જુલાઈથી શહેરમાં શરુ થયેલ ચોમાસાની મોસમ બાદ અત્યાર
સુધીમાં મોસમનો સરેરાશ સો ટકા વરસાદ થઈ ગયો છે.મંગળવારે સવારથી જ શહેરના મોટાભાગના
વિસ્તારોમાં ઝરમર વરસાદ શરુ થયો હતો.વાતાવરણ જોતા સૌને એમ લાગતુ હતુ કે, ભારે વરસાદ વરસી
પડશે પણ એ આશા ઠગારી નિવડી હતી.બોડકદેવ,સાયન્સ
સિટી ઉપરાંત ગોતા અને ચાંદલોડીયામાં અનુક્રમે છ મિલીમીટર વરસાદ થવા પામ્યો
હતો.મેમ્કો,નરોડા
અને કોતરપુર વિસ્તારમાં પણ સરેરાશ પાંચથી છ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

પાલડી,ઉસ્માનપુરા,ચાંદખેડા અને
રાણીપમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડયાં હતા.બોપલ,જોધપુર ઉપરાંત મકતમપુરામાં અનુક્રમે પાંચથી છ મિલીમીટર
વરસાદ થયો હતો.ઓઢવ,વિરાટનગર,નિકોલ તેમજ
કઠવાડામાં પણ દિવસ દરમિયાન હળવો વરસાદ જારી રહયો હતો.બપોરે ચાર કલાકે વાસણા બેરેજ
ખાતે પાણીની સપાટી ૧૨૯.૫૦ ફૂટ નોંધાઈ હતી.બેરેજમાં ૧૪૭૭૧ કયૂસેક પાણીની આવક નોંધાઈ
હતી.૩૯૯૯ કયૂસેક પાણીનો નદી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.ગેટ નંબર-૨૭ અને ૨૫
અનુક્રમે બે ફૂટ અને ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.