નર્મદા ડેમના 23 દરવાજા વધુ ખોલી 5 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડાયું
- નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના નદી કાંઠાના ગામો એલર્ટ કરાયાવડોદરા,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.રીવરબેડ પાવરહાઉસમાંથી પણ 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ હતું.નદીમાં કુલ-5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. જેના કારણે નદી કાંઠાના ગામો સાવચેત કરાયા છે.હાલમાં 23 દરવાજા 2.35 મીટર ખોલી 3,50,000 અને પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.