શ્રાવણમાસના અંતિમ સોમવારે રામનાથ મહાદેવની 99મી વરણાગી યાત્રા નિકળી, વાતાવરણ શિવમય બન્યું
શ્રાવણ માસમાં છેલ્લા 98 વર્ષથી રાજકોટનાં રખેવાળ રામનાથ દાદાની ભવ્ય વરણાગી યાત્રા નીકળે છે. દાદાની 99મી વરણાગી યાત્રા પ્રસ્થાન થઇ હતી.આ વરણાગી યાત્રા પાછળનો ઇતિહાસ પણ અનેરો છે. આજથી 99 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામની મહામારીએ પગપેસારો કર્યો હતો. અને તેને કાબુમાં લેવાનુ મુશ્કેલ બની ગયુ હતુ. એવામાં રાજકોટનાં મહારાજ લાખાજીરાજ બાપુએ 450 વર્ષનો ઇતિહાસ ધરાવતા સ્વયંભુ રામનાથ મહાદેવની પૂજા- અર્ચના કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે દાદાની શાહી સવારી નીકળી હતી. આ વરણાગી યાત્રા સાંજે ચાર વાગ્યાથી ઘોડે સવારો, રાસમંડળીઓ, સહીત શહેરનાં મુખ્ય વિસ્તારોમાં ફરી વળશે. રામનાથપરા મેઇન રોડ, કોઠારીયા નાકા, સોની બજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, કરણપરા ચોક સહીત હજજારો લોકો દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.